Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વોરંટની બજવણી કરતા પોલીસ જવાન સામે મહિલાએ કપડા ફાડ્યા

VADODARA : જયેશભાઇ પાટણવાડિયા (રહે. સાંપલા) વિરૂદ્ધ સિવિલ કોર્ટના એન. આઇ. એક્ટ 138 મુજબનું નોન બેલેબલ વોરંટ ઇશ્યુ કરવા પહોંચ્યા
vadodara   વોરંટની બજવણી કરતા પોલીસ જવાન સામે મહિલાએ કપડા ફાડ્યા
Advertisement
  • કોર્ટના વોરંટની બજવણી કરવા જતા પોલીસ જવાન જોડે ગેરવર્તણુંક
  • વોરંટ મેળવનાર શખ્સના માતા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
  • ફરજમાં રૂકાવટ ઉભી કરતા ફરિયાદ નોંધાઇ

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા વડું પોલીસ મથક વિસ્તારમાં સિવિલ કોર્ટનો નોન બેલેબલ વોરંટ ઇશ્યુ કરવા જતા પોલીસ જવાન જોડે ગેરવર્તણુંકની ઘટના સામે આવી છે. જેમાં મહિલાએ અપશબ્દો બોલીને પોતાના કપડા જાતે ફાડી નાંખીને હોબાળો મચાવ્યો હતો. આખરે અન્ય પોલીસ જવાને દોડી આવીને મામલે થાળે પાડ્યો હતો. આખરે ઉપરોક્ત મામલે રાજ્ય સેવકની ફરજમાં રૂકાવટ ઉભી કરવા બદલ મહિલા વિરૂદ્ધ વડું પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે

તે જયેશનો સગો ભાઇ અને મહિલા તેની માતા હોવાનું જણાવ્યું

વડું પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ પ્રવિણકુમાર ગીરજાશંકરે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ માસરરોડ આઉટ પોસ્ટમાં ફરજ બજાવે છે. તેઓ વોરંટ બજવણીના કામે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સાંપલા ગામે જયેશભાઇ દિનેશભાઇ પાટણવાડિયા (રહે. સાંપલા, મોટું ફળિયું, પાદરા, વડોદરા) વિરૂદ્ધ સિવિલ કોર્ટના એન. આઇ. એક્ટ 138 મુજબનું નોન બેલેબલ વોરંટ ઇશ્યુ કરવા પહોંચ્યા હતા. તે સમયે ઘરમાં એક મહિલા અને એક પુરૂષ હાજર હતા. તેમની ઓળખ પુછતા તેણે જયેશનો સગો ભાઇ હોવાનુંં અને મહિલા તેની માતા હોવાનું જણાવ્યું હતું.

Advertisement

વોરંટની પ્રિન્ટ આઉટ ઝૂંટવી લઇને ડૂચો વાળી દીધી

બાદમાં જયેશ પાટણવાડિયા અંગે પુછતા યોગ્ય જવાબ આપ્યો ન્હતો. અને ગુસ્સામાં આવી જઇને ગેરવર્તણુંક કરી હતી. હોબાળો થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. અને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરીને ખોટા આરોપો મુકવામાં આવ્યા હતા. આ વચ્ચે મહિલાએ પોતાના કપડા ફાડીને પોલીસ કર્મીને ગાળો આપી હતી. અને તેમના હાથમાં રહેલા વોરંટની પ્રિન્ટ આઉટ ઝૂંટવી લઇને ડૂચો વાળી દીધી હતી. આ પરિસ્થીતીમાં અન્ય પોલીસ જવાનો આવી જતા મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો.

Advertisement

બે ની અટકાયત કરાઇ

ઉપરોક્ત કાર્યવાહીમાં પોતાના કપડા ફાડનાર મહિલા ચંપાબેન દિનેશભાઇ પાટણવાડિયા અને તેમના પુત્ર નરેન્દ્રભાઇ દિનેશભાઇ પાટણવાડિયાની અટકાયત કરીને પોલીસ મથક લાવવામાં આવ્યા હતા. રાજ્ય સેવકની ફરજમાં રૂકાવટ ઉભી કરવા બદલ ચંપાબેન દિનેશભાઇ પાટણવાડિયા વિરૂદ્ધ વડું પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : શુગર ઘટતા સારવાર અર્થે આવેલા દર્દીના પરિજન દ્વારા આરોગ્ય કેન્દ્રના સ્ટાફની ધૂલાઇ

Tags :
Advertisement

.

×