Valsad : સંઘ પ્રદેશ દમણની ચોર ગેંગ ઝડપાઈ, 4 ચોર સાથે 13 લાખનો મુદ્દામાલ મળ્યો
વલસાડ પોલીસે એક મોટી સફળતા મેળવતા આંતરરાજ્ય ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. તમિલનાડુના વેલ્લોરની આ કુખ્યાત ગેંગના 4 સાગરીતોને સંઘ પ્રદેશ દમણ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં તેમની પાસેથી લાખોની કિંમતના મોબાઈલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે,
Advertisement
વલસાડમાં ગુનાખોરી ડામવા માટે સક્રિય બનેલી પોલીસે બાતમીના આધારે સંઘ પ્રદેશ દમણની એક રીઢા ચોરોની ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ મૂળ તમિલનાડુના વેલ્લોરની 'આંતરરાજ્ય ગેંગ' તરીકે ઓળખાય છે, જેઓ ખાસ કરીને વહેલી સવારના સમયે ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા.પોલીસે પકડાયેલા 4 શખ્સો પાસેથી કુલ 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જેમાં 50 નંગ મોંઘા મોબાઈલ ફોન, 5 લેપટોપ અને 1 ટેબલેટનો સમાવેશ થાય છે.આ ગેંગના સભ્યો વાપીના તળાવ ફળિયા પાસે આવેલી એક ચાલીમાં ભાડે રહીને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા હતા. તેઓ વહેલી સવારે જ્યારે લોકો નિંદ્રામાં હોય ત્યારે હાથફેરો કરવામાં માહિર હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ સામે દિલ્હી, મુંબઈ અને અન્ય રાજ્યોમાં પણ અનેક ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.
Advertisement


