ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પોશીનાના ગુણભાખરીના મેળામાં રોફ જમાવતો યુવકનો Video viral, પોલીસ નિષ્ક્રિય

સાબરકાંઠાના પોશીનાના ગુણભાખરીના મેળામાં પાર્થ નામના યુવકે રોફ મારતો Video બનાવીને viral કર્યો છે. આશ્ચર્ય એ વાતનું છે કે આ ઘટના ઘટી ત્યારે પોલીસ સ્થળ પર હાજર હતી છતાં પણ આ યુવકે આવી હરકત કરી.
02:19 PM Mar 31, 2025 IST | Hardik Prajapati
સાબરકાંઠાના પોશીનાના ગુણભાખરીના મેળામાં પાર્થ નામના યુવકે રોફ મારતો Video બનાવીને viral કર્યો છે. આશ્ચર્ય એ વાતનું છે કે આ ઘટના ઘટી ત્યારે પોલીસ સ્થળ પર હાજર હતી છતાં પણ આ યુવકે આવી હરકત કરી.
SK youngman Stunt Gujarat First

Sabarkantha: પોશીનાના ગુણભાખરીના મેળામાં વધુ એક યુવકે રોફ મારતો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. પાર્થ નામના યુવકે આદિવાસી યુવકને જાહેરમાં માર માર્યો અને તેનો વીડિયો વાયરલ કર્યો. આ યુવક જ્યારે આ કૃત્ય કરી રહ્યો હતો ત્યારે ત્યાં સ્થળ પર પોલીસ હાજર હતી. તેમ છતાં આ યુવકે જાણે કે કાયદા વ્યવસ્થાની એસી કી તેસી કરીને પોલીસ સ્ટાઈલની અદાથી વીડિયો બનાવતો રહ્યો.

આ પણ વાંચોઃ VADODARA : હુમલાખોર મગરનું મોડી રાત્રે રેસ્ક્યૂ કરાયું

પોલીસ હાજર છતાં આ હરકત

સાબરકાંઠાના પોશીનામાં અત્યારે ગુણભાખરીનો મેળો ચાલી રહ્યો છે. જેમાં પાર્થ રોફ મારતો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. આ યુવકે આદિવાસી યુવકને જાહેરમાં લાકડી વડે ઢોરમાર માર્યો. આ માર આ યુવકે પોલીસની સ્ટાઈલમાં માર્યો હતો. આ ઘટનાનો વીડિયો ઉતાર્યો અને તેને પોસ્ટ પણ કર્યો. જો કે આશ્ચર્યચકિત કરનાર બાબત એ છે કે પોલીસ સ્થળ પર હાજર હોવા છતાં મૂકદર્શક બનીને તમાશો જોઈ રહી. પોલીસની આ નબળાઈને લીધે યુવકને વધુ શૂરાતન ચઢ્યું અને તેણે વીડિયો બનાવ્યો.

વારંવાર બને છે આવી ઘટના

ગુજરાત જેવા શાંતિ પ્રિય રાજ્યમાં કાયદા વ્યવસ્થાની એસી કી તેસી કરીને યુવકો વારંવાર આવા સ્ટંટ વીડિયો અને રીલ બનાવતા હોય તેવી ઘટનાઓ છાશવારે બને છે. પોલીસ પણ જાણે છાવરતી હોય તેમ આંખ આડા કાન કરે છે. કેટલાક કિસ્સામાં પોલીસે સરાહનીય કામગીરી કરી છે. જેમકે તાજેતરમાં ઈસ્કોન વિસ્તારમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશન સામે જ યુવકોને દારૂબંધી હોવા છતાં જાહેરમાં દારુ પીને છાકટા બનીને વીડિયો વાયરલ કર્યો હતો. આ કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આ યુવકોની અટકાયત કરી લીધી હતી.

આ પણ વાંચોઃ  Gujarat : રાજ્યમાં પરિવહન સેવાઓ થઈ શકે છે મોંઘી, ભાડામાં 15 ટકા વધારો આપવા સરકારને રજૂઆત

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGunabhakhri FairparthPolice Inactionpolice presencePoshinaPublic StuntRope ThrowingSabarkanthaSocial Mediatribal youthTribal Youth Beatingviral video
Next Article