Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : મેઘાણીનગરમાં યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા, રિક્ષામાં બેસેલા યુવકને છરીના ઘા ઝીંક્યા

મેઘાણીનગરમાં રિક્ષામાં બેઠેલા યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હરેશ પટણી નામના યુવક પર અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકીને ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ હત્યા પાછળ યુવતી સાથેની મિત્રતાને લઈને થયેલો ઝઘડો કારણભૂત હોવાની શંકા સેવાઈ રહી છે.
Advertisement

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રિક્ષામાં બેઠેલા હરેશ પટણી નામના યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. રિક્ષામાં બેસેલા યુવક પર અચાનક હુમલો કરી તેને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેમાં યુવકનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ હત્યા યુવતી સાથેની મિત્રતાને લઈને થયેલા ઝઘડાનું પરિણામ હોવાનું સામે આવ્યું છે. આ મામલે બે સગીરોની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે. બનાવની જાણ થતા જ ડીસીપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે મૃતકના ફોનની કોલ ડિટેઈલ્સ અને આસપાસના CCTV ફૂટેજ મેળવી આરોપીઓને પકડવા તપાસ તેજ કરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×