Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : નારોલ પોલીસે 1 કરોડના મુદ્દામાલ સાથે આરોપીની કરી ધરપકડ, ઘરફોડ ગુનાની ચોરીને આપ્યો હતો અંજામ

Ahmedabad ની નારોલ પોલીસે મોટા ગુનાનો ભેદ ઉકેલ્યો છે જેમાં આરોપીએ ગાંધીનગર સેકટર 2 વિસ્તારમાંથી સોના-ચાંદીના દાગીના તથા US ડોલર મળી કુલ આશરે 1 કરોડની કિંમતના મુદ્દામાલની ચોરી કરી હતી, પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડયો છે.
ahmedabad   નારોલ પોલીસે 1 કરોડના મુદ્દામાલ સાથે આરોપીની કરી ધરપકડ  ઘરફોડ ગુનાની ચોરીને આપ્યો હતો અંજામ
Advertisement
  • Ahmedabad ની નારોલ પોલીસે 1 કરોડનાં મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી
  • ગાંધીનગર સેક્ટર -7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના આરોપીની ધરપકડ કરી
  • આરોપી માલાભાઈ નાથાભાઈ સમેચા નામના આરોપીની ધરપકડ
  • નારોલ પોલીસે 92 લાખના સોના ચાંદીના દાગીના, 7 લાખ કિંમતના US ડોલરનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • આરોપી સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં 21 જેટલા ગુના નોધાઇ ચૂક્યા છે

Ahmedabad : અમદાવાદની નારોલ ( Narol) પોલીસે (police ) ગાંધીનગર સેકટર 2 (gandhinagar sector 2) વિસ્તારમાંથી ઘરફોડ ચોરીના ગુનાના કામના આરોપીને સોના-ચાંદીના (gold-silver ornaments) દાગીના તથા US ડોલર (dollar) મળી કુલ્લે આશરે કિ.રૂ 1,00,27,556 (એક કરોડ) ના મુદ્દામાલ સાથે પકડી પાડતી નારોલ પોલીસ. અમદાવાદના અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-2 અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-6 અમદાવાદ શહેર નાઓએ મિલ્કત સબંધી ગુના અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના કરતાં મદદનીશ પોલીસ કમિશનર “કે” ડિવિઝન અમદાવાદ શહેર નાઓના સુપરવિઝન હેઠળ જે.બી.અગ્રાવત પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.આર.ચૌધરી સે.પોલીસ ઈન્સ્પેક્ટરની સુચનાથી આરોપીની ધરપકડ કરી છે.

1 કરોડના મુદ્દામાલ સાથે રીઢો આરોપી ઝડપાયો

Ahmedabad ની નારોલ પોલીસે 1 કરોડ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે ઘરફોડ ચોરીના મુખ્ય આરોપી માલા નાથાભાઈ સમેચાની ધરપકડ કરી છે. આ આરોપી ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક મોટી ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી 92 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ 7 લાખ રૂપિયાની કિંમતના US ડોલર મળી આવ્યા છે. પોલીસ રેકોર્ડ મુજબ આરોપી રીઢો ગુનેગાર છે, તેની સામે અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં 21 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

Advertisement

ahmedabad gujarat first

Advertisement

નારોલ પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ

01-સોના-ચાંદીના દાગીના આશરે કિ.રૂ.92,28,362
02-અમેરીકન ડોલર 7600 જેની ભારતીય કરન્સી મુજબ આશરે કિ.રૂ.7,14,194
03-વેગન-આર ગાડી નં GJ-02-AC-4232 ની જેની આશરે કિ.રૂ.80,000
04-એક ONE-PLUS કંપનીનો મોબાઈલ ફોન જેની આશરે કિ.રૂ.5000
05- ચોરી કરવાના સાધનો ડીસમીસ નંગ-1 તથા આરી નંગ-1
06-ચોરી થયેલ સેફ લોકર તુટેલી હાલતનું મળી કુલ્લે કિ.રૂ.1,00,27,556

નારોલ પોલીસે બાતમીના આધારે કરી ધરપકડ

પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે, સાથે સાથે આરોપીએ અન્ય કયા કયા જિલ્લામાં ચોરી કરી છે તેને લઈ પણ પૂછપરછ કરી રહી છે, ત્યારે આ ગુનામાં ઝડપાયેલ આરોપીની ક્રાઈમ કુંડળીમાં અન્ય શું બહાર આવે છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદમાં ફરી ગેંગવોર જેવો માહોલ? નારોલમાં જૂની અદાવતે લીધું હિંસક સ્વરૂપ

Tags :
Advertisement

.

×