ખૌફનો પર્યાય...અતિક એહમદ
ઉત્તર પ્રદેશના માફીયા અતીક એહમદ અને તેના ભાઈ અશરફની 15 એપ્રિલની રાત્રે પ્રયાગરાજમાં કોલવિન હોસ્પિટલ પરિસરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અતીક અને અશરફને પોલીસ કસ્ટડીમાં મેડિકલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જીપમાંથી ઉતર્યા બાદ અતીક અને અશરફને મીડિયાકર્મીઓ...
Advertisement
ઉત્તર પ્રદેશના માફીયા અતીક એહમદ અને તેના ભાઈ અશરફની 15 એપ્રિલની રાત્રે પ્રયાગરાજમાં કોલવિન હોસ્પિટલ પરિસરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અતીક અને અશરફને પોલીસ કસ્ટડીમાં મેડિકલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જીપમાંથી ઉતર્યા બાદ અતીક અને અશરફને મીડિયાકર્મીઓ અને પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવ્યા હતા. મીડિયાકર્મીઓના સવાલોના જવાબ આપી રહ્યા હતા ત્યારે અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. અતીક અને અશરફને ત્રણ હુમલાખોરોએ ઠાર માર્યા હતા. અતીક સામે છેલ્લા 40 વર્ષમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી સહિતના ગંભીર 101 ગુના નોંધાયેલા હતા. તેની સામે ઉમેશ પાલ મર્ડર કેસ અને રાજુ પાલ મર્ડર કેન પણ નોંધાયેલો છે.