Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Valsad : કરોડપતિ હોવા છતાં ચોરીની ટેવ, સાળી-બનેવીની ચોર ગેંગ ઝડપાઈ

વલસાડ પોલીસે એક એવી ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે જેની મોડસ ઓપરેન્ડી સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા છે. આ કોઈ સામાન્ય તસ્કર નથી, પરંતુ ફોર્ચ્યુનર જેવી લક્ઝરી કારમાં ફરીને બંગલાઓમાં ચોરી કરનાર કરોડપતિ સાળી-બનેવીની જોડી છે.
Advertisement

સામાન્ય રીતે લોકો મજબૂરી કે ગરીબીને કારણે ગુનાખોરીના રસ્તે જતા હોય છે, પરંતુ વલસાડમાં પકડાયેલા રાજુ અને સોનિયાની વાત સાવ અલગ છે. આ સાળી-બનેવીની જોડી પાસે અઢળક સંપત્તિ હોવા છતાં તેમને ચોરી કરવાની આદત પડી ગઈ હતી. તેઓ પોતાની મોંઘીદાટ ફોર્ચ્યુનર કારમાં નીકળતા અને આલીશાન બંગલાઓની રેકી કરી ત્યાં હાથફેરો કરતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ માત્ર ગુજરાત જ નહીં, પણ મહારાષ્ટ્રના પુણે, બોરીવલી, અમરાવતી અને ચિંચવડ જેવા વિસ્તારોમાં પણ સક્રિય હતી. તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ પાછળ ચોરીના નાણાંનો મોટો હિસ્સો હોવાની આશંકા છે. વલસાડ પોલીસે નાસિકના ધારણ ગામ સ્થિત એક ફાર્મ હાઉસ પરથી આ જોડીને દબોચી લીધી છે. તેમની પાસેથી કાર, સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 34 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે ચોરીના આ ઘરેણાં તેઓ કોને વેચતા હતા અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે.

Advertisement
Tags :
Advertisement

.

×