Rajkot: વધુ એક હત્યાની ઘટનાથી હાહાકાર, પત્નીએ પુત્રો સાથે મળીને પતિને છરીના ઘા માર્યા
- રાજકોટમાં (Rajkot) વધુ એક હત્યાની ઘટનાથી હાહાકાર
- પત્ની અને પુત્રોના હાથે પતિની હત્યાની ઘટના આવી સામે
- નરેશ વ્યાસ નામના 42 વર્ષીય પતિની થઈ હત્યા
- ભક્તિનગર પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી
- પોલીસે પત્ની અને બે સંતાનોની કરી અટકાયત
Rajkot: રાજકોટમાં વધુ એક હત્યાની ઘટનાથી હાહાકાર મચી ગયો છે. પારિવારિક ઝઘડામાં પત્ની અને પુત્રોના હાથે પતિની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા ભક્તિનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે પત્ની અને બે સંતાનોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પત્ની અને પુત્રોના હાથે પતિની હત્યા
મળતી માહિતી મુજબ ગત મોડીરાત્રે ભક્તિનગર વિસ્તારમાં આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા 42 વર્ષીય નરેશ વ્યાસ નામના પુરુષની થઈ હત્યા હતી. આ હત્યા અન્ય કોઈ નહીં પરંતુ ખુદ તેમના પત્ની અને પુત્રોએ જ કરી હતી. તેઓએ મળીને નરેશ વ્યાસને છરીના ઘા મારી પતાવી દીધા હતા. જ્યારે આ ઘટનાની જાણ ભક્તિનગર પોલીસને થઈ ત્યારે પોલીસની સાથે સાથ ક્રાઇમ બ્રાન્ચ અને LCB ટીમ પણ સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધું તપાસ હાથ ધરી હતી.
પત્ની અને બે સંતાનોની અટકાયત
આ મામલે પોલીસે પત્ની અસ્મિતાબેન વ્યાસ અને પુત્ર હર્ષ વ્યાસ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે આ હત્યારાઓને પકડી તેમની પૂછપરછ કરી હતી.
પોલીસે શું કહ્યું ?
આ મામલે રાજકોટ શહેર એસીપી બી. વી. જાધવના જણાવ્યા મુજબ નરેશ વ્યાસના પત્ની અને પુત્રએ છરી મારી હત્યા કરી છે. આ મામલે FSLની મદદથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે તેમજ આ મામલે હત્યાનો ગુનો નોંધી વધું તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Gir Somnath : વધુ એક શિક્ષકે જીવન ટૂંકાવ્યું! BLO કામગીરીથી ત્રસ્ત હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ