Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bharuch Crime: સાસુના એક યુવક સાથે હતા આડા સંબંધ, જમાઈ સાસુની પ્રેમલીલા જાણીને ઉકળ્યો

અંકલેશ્વરમાં સાસુના અનૈતિક સંબંધોની આશંકાએ જમાઈએ સગીર સાળા સાથે મળીને સાસુના પ્રેમીની કરપીણ હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે ડોગ સ્ક્વોડ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી જમાઈની ધરપકડ કરી છે.
Advertisement

અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં રહેતા ભોલુ માનીક મંડલને શંકા હતી કે તેની સાસુના યુપીના મુન્ના પાલ નામના યુવક સાથે આડા સંબંધો છે. આ વાતને લઈ ઉશ્કેરાયેલા જમાઈએ પોતાના સગીર સાળાને સાથે રાખી મુન્ના પાલની હત્યાનું કાવતરું રચ્યું હતું. બંનેએ મુન્ના પાલને અવાવરૂ જગ્યાએ બોલાવી તેનું ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવા માટે લાશને ફેંકી દીધી હતી. જ્યારે લાશ મળી આવી ત્યારે સ્થાનિક પોલીસ સહિત LCB, SOG અને ડોગ સ્ક્વોડે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસના અંતે પોલીસે હત્યારા જમાઈ ભોલુની ધરપકડ કરી છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, જ્યારે સગીર સાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×