Surat : RTO દંડ ભરવાના નામે APK ફાઈલ આવી, લિંક ઓપન કરતા મોબાઈલ ફોન થયો હેક
સુરત સાયબર ક્રાઈમે RTO દંડના નામે APK ફાઈલ મોકલી ₹9.60 લાખની છેતરપિંડી કરનાર બે ઠગબાજોને મુંબઈથી ઝડપ્યા છે. જાણો કેવી રીતે જામતારા ગેંગ (Jamtara Gang) લોકોના ફોન હેક કરી રહી છે.
Advertisement
સુરત સાયબર ક્રાઈમ (Surat Cyber Crime) પોલીસને એક મોટી સફળતા મળી છે. RTO ના નામે ફેક મેસેજ મોકલી લોકોના બેંક ખાતા સાફ કરતી જામતારા ગેંગ (Jamtara Gang) ના બે સાગરીતોની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ એક ફરિયાદીના મોબાઈલમાં APK ફાઈલ ડાઉનલોડ કરાવી ફોન હેક કર્યો હતો અને તેના ખાતામાંથી ₹9.60 લાખ ઉપાડી લીધા હતા.પકડાયેલા આરોપીઓમાં 18 વર્ષીય વૈષ્ણવ દાંગડ જે B.Sc નો વિદ્યાર્થી છે અને નિલેશ નારાયણનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ મુખ્ય સૂત્રધારોને બેંક ખાતા પૂરા પાડતા હતા અને તે બદલ તેમને ₹40,000 નું કમિશન મળતું હતું. પોલીસે બાતમીના આધારે મુંબઈમાં દરોડા પાડી બંનેને ઝડપી લીધા છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે તેની તપાસ હાથ ધરી છે.
Advertisement


