Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Gym Jihad Case: સુરતમાં 'જીમ જેહાદ'નો ચોંકાવનારો કિસ્સો

સુરતના પાલ વિસ્તારમાં એક જીમ ટ્રેનરે પરણિત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાની ખંડણી માંગી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પાલ પોલીસે ગુનો નોંધી આરોપી ટ્રેનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement

સુરતના પોશ વિસ્તાર ગણાતા પાલમાં રહેતી એક પરણિત મહિલા જીમમાં કસરત માટે જતી હતી, જ્યાં જીમ ટ્રેનર શબ્બીર ટ્રંકવાલાએ તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આરોપીએ મહિલા સાથેના અંગત પળોના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને મહિલાને બદનામ કરવાની ધમકી આપી આરોપીએ તેના પતિ પાસે 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.

ભયના માર્યા મહિલાના પતિએ અગાઉ 50 હજાર રૂપિયા ચૂકવી દીધા હતા, છતાં આરોપીની હેરાનગતિ ચાલુ રહેતા અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી શબ્બીર ટ્રંકવાલાની ધરપકડ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×