UPના સુપર કોપ IPS પ્રશાંત કુમાર
IPS પ્રશાંત કુમાર અત્યારે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના એડીજી લો એન્ડ ઓર્ડર છે. પ્રશાંત કુમારની ધાક એટલી છે કે અતિક એહમદ સહિતના ક્રિમિનલ્સ એટલા ડરી ગયા છે કે તેમને એન્કાઉન્ટરનો ડર સતાવી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાઇટ હેન્ડ...
Advertisement
IPS પ્રશાંત કુમાર અત્યારે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના એડીજી લો એન્ડ ઓર્ડર છે. પ્રશાંત કુમારની ધાક એટલી છે કે અતિક એહમદ સહિતના ક્રિમિનલ્સ એટલા ડરી ગયા છે કે તેમને એન્કાઉન્ટરનો ડર સતાવી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાઇટ હેન્ડ ગણાતા યુપી પોલીસના આ સિંઘમ અધિકારીની ગણના સુપર કોપ ઓફ ઇન્ડિયા તરીકે થાય છે. એડીજી પ્રશાંત કુમાર 1990ની બેચના IPS ઓફિસર છે. મુળ તેઓ બિહારના સિવાનના રહેવાસી છે અને તેમણે પોતાની કેરિયર તામિલનાડુ કેડરથી શરુ કરી હતી પણ ત્યાર બાદ તેઓ ઉત્તર પ્રદેશ કેડરમાં આવી ગયા હતા. તેમણે યુપીની 1994ની બેચના IPS ઓફિસર ડિંપલ વર્મા સાથે લગ્ન કર્યા છે અને ત્યારબાદ તેઓ યુપી કેડરમાં જોડાઇ ગયા હતા અને ત્યારથી લઇ અત્યાર સુધી તેઓ ઉત્તર પ્રદેશ પોલીસના મહત્વના પદ પર રહી ચુક્યા છે.