Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : અકોટાના જૈન દેરાસરમાં થઈ ચોરી, 540 વર્ષ જૂની મૂર્તિ ચોરાતા આક્રોશ

વડોદરાના અકોટામાં આવેલા જૈન દેરાસરમાં થયેલી કરોડો રૂપિયાની કિંમતની 540 વર્ષ જૂની મૂર્તિની ચોરીનો વડોદરા ક્રાઈમ બ્રાંચે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે મૂળ દાહોદના ત્રણ આરોપીઓને દબોચી લઈને પૌરાણિક મૂર્તિને હેમખેમ પરત મેળવી લીધી છે
vadodara   અકોટાના જૈન દેરાસરમાં થઈ ચોરી  540 વર્ષ જૂની મૂર્તિ ચોરાતા આક્રોશ
Advertisement

વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં થયેલી 540 વર્ષ જૂની પૌરાણિક મૂર્તિની ચોરીનો કેસ ક્રાઈમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ ચોરીના કારણે સ્થાનિક જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી 100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આખરે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે મૂળ દાહોદના વિજય ડાંગી, ધર્મેશ ડાંગી અને સુનીલ ડાંગી નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની ટીમે આરોપીઓ પાસેથી પંચધાતુની પૌરાણિક મૂર્તિ કબજે કરી છે, સાથે જ ગુનામાં વપરાયેલ બાઈક અને ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.

Tags :
Advertisement

.

×