Vadodara : આડા સંબંધોનો આવ્યો લોહિયાળ અંત, પરણિત યુવક અને વિધવા વચ્ચે થયો પ્રેમ
વડોદરાના સાવલી તાલુકાના મુવાલ ગામે પ્રેમ સંબંધમાં એક કરુણ અને લોહિયાળ હત્યાકાંડ સામે આવ્યો છે. પરણિત યુવક અને વિધવા મહિલા વચ્ચેના આડા સંબંધોનો અંત એક નિર્મમ હત્યા સાથે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
Advertisement
વડોદરાના સાવલીના મુવાલ ગામે એક પરિણીત યુવક અને વિધવા મહિલા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન યુવકે મહિલાને કેટલાક રૂપિયા ઉછીના આપ્યા હતા. બાદમાં જ્યારે યુવકે પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે મામલો બિચક્યો હતો. મહિલાએ આ સંબંધ વિશે ઘરે જાણ કરી દેવાની ધમકી આપતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો.આક્રોશમાં આવેલા યુવકે મહિલાને મળવાના બહાને એક અવાવરૂ સ્થળે બોલાવી હતી, જ્યાં તેનું ગળું દબાવીને ઘાતકી હત્યા કરી નાખી હતી. ઘટના બાદ પોલીસ તપાસમાં મંદિરના સીસીટીવી ફૂટેજ મહત્વના સાબિત થયા હતા, જેના આધારે સાગર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં, તે દિશામાં પણ તપાસ હાથ ધરી રહી છે.
Advertisement


