Dahod: લગ્નના સપના બતાવી યુવક પાસેથી 2.40 લાખ પડાવ્યા, લૂંટેરી દુલ્હનનો પર્દાફાશ
દાહોદના ઝાલોદમાં લગ્નના નામે છેતરપિંડી કરતી ગેંગે એક યુવક સાથે 2.40 લાખની ઠગાઈ કરી છે. લગ્નના બે દિવસ બાદ દુલ્હન અકસ્માતનું બહાનું કાઢી પિયર જવાના નામે અજાણ્યા શખ્સ સાથે ફરાર થઈ ગઈ હતી. આરોપીઓએ ઓળખ માટે [આધારકાર્ડ]નો ઉપયોગ કરીને વિશ્વાસ કેળવ્યો હતો. હાલ પોલીસ આ ગેંગને પકડવા માટે તપાસ કરી રહી છે.
Advertisement
Dahod: દાહોદ જિલ્લાના ઝાલોદમાં હાલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લગ્નના નામે છેતરપિંડી કરતી એક ગેંગે (Fraud Gang) નિર્દોષ પરિવારને પોતાનો શિકાર બનાવ્યો છે. લગ્નના સપના બતાવીને એક યુવક પાસેથી 2.40 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

