Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

દીવનો દરિયો બન્યો ગાંડોતુર: 8 થી 10 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા, લોકો જીવના જોખમે લઈ રહ્યા છે સેલ્ફી

High Waves Diu Beach:કેન્દ્રશાસિત પ્રદેશ દીવ (Diu) નો દરિયો ગાંડોતુર બનતા 8 થી 10 ફૂટ ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. પ્રશાસન (Administration) દ્વારા દરિયા નજીક ન જવાની કડક સૂચના અપાઈ હોવા છતાં, પ્રવાસીઓ અને સ્થાનિક લોકો નિયમોનો ભંગ કરીને જીવના જોખમે સેલ્ફી (Selfie) લઈ રહ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે.
દીવનો દરિયો બન્યો ગાંડોતુર  8 થી 10 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા  લોકો જીવના જોખમે લઈ રહ્યા છે સેલ્ફી
Advertisement

High Waves Diu Beach: પ્રખ્યાત પ્રવાસી મથક દીવ (Diu) ના દરિયા કિનારે આજે કુદરતનું એક અલગ જ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હવામાનમાં આવેલા અચાનક બદલાવના કારણે દીવનો દરિયો (Sea) સંપૂર્ણપણે ગાંડોતુર બન્યો છે. દરિયામાં અત્યંત ભારે કરંટ (Current) જોવા મળી રહ્યો છે, જેના લીધે કિનારા પર સતત ભયાનક મોજાંઓ ટકરાઈ રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દરિયામાં 8 થી 10 ફૂટ જેટલા ઊંચા રાક્ષસી મોજાં ઉછળી રહ્યા છે. દરિયાના આ ભયાવહ અને તોફાની મિજાજને પગલે સમગ્ર કિનારા વિસ્તારમાં કલરવને બદલે એક પ્રકારનો ગંભીર ભયનો માહોલ છવાઈ ગયો છે.

Tags :
Advertisement

.

×