Dang Rain : સાપુતારામાં ધોધમાર વરસાદથી પથ્થરો ધસી પડતા વાહનચાલકોને મુશ્કેલી, જુઓ Video
Dang Rain : ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. સાપુતારામાં વરસેલા વરસાદના કારણે વાતાવરણ ઉત્તરાખંડ જેવો માહોલ સર્જાયો છે.
Advertisement
Dang Rain : ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. સાપુતારામાં વરસેલા વરસાદના કારણે વાતાવરણ ઉત્તરાખંડ જેવો માહોલ સર્જાયો છે. મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે સાપુતારાના ઘાટ માર્ગમાં પહાડો પરથી માટી અને મોટા પથ્થરો ધસી આવ્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.

