Abu Salem : જેલમાંથી બહાર આવવાનું અબુ સલેમનું સપનું રોળાયું! સુપ્રીમ કોર્ટે કહ્યું- 2030 પહેલાં મુક્તિ નહીં
Abu Salem : 1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટ કેસના દોષિત અબુ સલેમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. સર્વોચ્ચ અદાલતે તેની સમય પહેલાં મુક્તિ માટેની અરજી ફગાવી દીધી છે અને બોમ્બે હાઇકોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો છે. અબુ સલેમે 25 વર્ષની સજા પૂર્ણ થવાનો દાવો કર્યો હતો, પરંતુ કોર્ટ મુજબ તેની સજાની અવધિ 2030માં પૂર્ણ થશે.
Advertisement
Abu Salem : સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ગુરુવારે 1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટ (Mumbai Serial Blasts) કેસના દોષિત અને ગેંગસ્ટર અબુ સલેમ (Abu Salem)ને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે સમય પહેલાં મુક્તિ (Premature Release) માટે દાખલ કરેલી તેની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ વિક્રમ નાથ (Justice Vikram Nath) અને જસ્ટિસ સંદીપ મહેતા (Justice Sandeep Mehta)ની બેન્ચે બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)ના એપ્રિલમાં આપેલા નિર્ણયને યથાવત રાખ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે 27 જુલાઈએ સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો અનામત રાખ્યો હતો.

