Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

'ઘૂસણખોરો માટે જેટલી છાતી પીટવી હોય પીટી લો': ગૃહમંત્રી Amit Shah નો Rahul Gandhi પર વળતો પ્રહાર

કરનાલમાં આયોજિત પદયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રીએ વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે 3 કરોડ શંકાસ્પદ નામો સામે કડક કાર્યવાહીનો દાવો કર્યો હતો. વિપક્ષના આક્ષેપો સામે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી દર્શાવી હતી. 22 ઓક્ટોબરે શરૂ થયેલા અભિયાનના સમાપન પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી અને વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
 ઘૂસણખોરો માટે જેટલી છાતી પીટવી હોય પીટી લો   ગૃહમંત્રી amit shah નો rahul gandhi પર વળતો પ્રહાર
Advertisement

હરિયાણાના કરનાલ ખાતે આયોજિત વિશાળ પદયાત્રા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ વિરોધ પક્ષના નેતા પર સીધો અને આકરો રાજકીય હુમલો કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા સુધારા કાર્યક્રમ વચ્ચે વિપક્ષ તરફથી થતા આક્ષેપો સામે તેમણે ખુલ્લો મોરચો માંડ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હારનું ઠીકરું બંધારણીય સંસ્થાઓ પર ફોડવાની પ્રવૃત્તિ હવે ચલાવી લેવામાં નહીં આવે. કરનાલના માર્ગો પર યોજાયેલી આ રેલીમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશની સુરક્ષા અને લોકતાંત્રિક પ્રક્રિયાને શુદ્ધ રાખવા માટે ગેરકાયદે નામો હટાવવા અત્યંત અનિવાર્ય છે.

Tags :
Advertisement

.

×