Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Modi Kahin Nahi jayenge ગીત લલકારતા કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલનો વીડિયો વાયરલ, ગીતમાં જ વિપક્ષને ગણાવી દીધી યોજનાઓ

કોંગ્રેસ અધ્યક્ષના વિવાદિત નિવેદન બાદ ભાજપ દ્વારા શરૂ કરાયેલા ખાસ અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે હાર્મોનિયમ વગાડીને ગીત ગાતાં તેનો વિડીયો વાયરલ થયો છે. તેમણે ગીત દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓની સિદ્ધિઓ વર્ણવી વિપક્ષને સણસણતો જવાબ આપ્યો છે. મનોજ તિવારી અને હરિયાણા ભાજપ દ્વારા પણ આ કેમ્પેઈનને વેગ આપવામાં આવી રહ્યો છે.
modi kahin nahi jayenge ગીત લલકારતા કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલનો વીડિયો વાયરલ  ગીતમાં જ વિપક્ષને ગણાવી દીધી યોજનાઓ
Advertisement

દેશના રાજકીય ગલિયારાઓમાં ચાલી રહેલા આકરા નિવેદનો અને આક્ષેપબાજી વચ્ચે કેન્દ્રીય સંસ્કૃતિ અને કાયદા રાજ્ય મંત્રીનો એક અત્યંત અનોખો અને સુરીલો અંદાજ સામે આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીના જવાબમાં શાસક પક્ષ દ્વારા શરૂ કરાયેલા ખાસ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રીએ પોતે હાર્મોનિયમના સૂર છેડીને એક પ્રભાવશાળી ગીત ગાયું છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી રહ્યો છે. હાથમાં વાદ્ય અને ભજન ગાયકીની દેશી ઢાળમાં રજૂ કરાયેલા આ ગીત દ્વારા તેમણે સરકારની સિદ્ધિઓ વર્ણવીને વિપક્ષી નેતાઓને જડબાતોડ પ્રત્યુત્તર આપ્યો છે.

Tags :
Advertisement

.

×