Atal Bihari Vajpayee Death Anniversary : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, PM મોદી સહિત દિગ્ગજોએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Atal Bihari Vajpayee Death Anniversary : પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન (Bharat Ratna) અટલ બિહારી વાજપેયીની આજે 8મી પુણ્યતિથિ (Death Anniversary) છે. 16 ઓગસ્ટ 2018ના રોજ 93 વર્ષની વયે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેમની પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ (Tribute) આપવામાં આવી રહી છે.
‘સદૈવ અટલ’ પહોંચ્યા રાષ્ટ્રના મોટા નેતાઓ
દિલ્હીમાં આવેલા અટલજીના સમાધિ સ્થળ ‘સદૈવ અટલ’ (Sadaiv Atal) ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય મોટા નેતાઓએ પણ અટલ બિહારી વાજપેયીને યાદ કરી નમન કર્યું હતું.
#WATCH | Delhi | President Droupadi Murmu and Vice President CP Radhakrishnan arrive at 'Sadaiv Atal' to pay tribute to the former Prime Minister and Bharat Ratna awardee, late Atal Bihari Vajpayee on his death anniversary. pic.twitter.com/MepmYlaykT
— ANI (@ANI) August 16, 2026
શીર્ષ નેતાઓએ પાઠવી ભાવભીની શ્રદ્ધાંજલિ
ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે દેશના અગ્રણી નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજોએ વિશેષ સંદેશાઓ શેર કરીને અટલજીના રાષ્ટ્રસેવા, લોકતાંત્રિક મૂલ્યો અને દેશના વિકાસમાં આપેલા અતુલ્ય યોગદાનને યાદ કરી નમન કર્યું હતું અને તેમના વિચારોને હંમેશા પ્રેરણારૂપ ગણાવ્યા હતા.
Atal Bihari Vajpayee Death Anniversary : આજે પૂર્વ PMઅટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ | Gujarat First
Atal Bihari Vajpayee 8th Death Anniversary: PM Modi, President Murmu Pay Tribute
8મી પુણ્યતિથિ પર સદૈવ અટલ સમાધિ સ્થળે શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ અટલબિહારી વાજપેયીને… pic.twitter.com/KJPufjve9A— Gujarat First (@GujaratFirst) August 16, 2026
વડાપ્રધાન મોદીએ અટલ બિહારી વાજપેયીને પાઠવી શ્રદ્ધાંજલિ
ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'એક્સ' (X) પર પોસ્ટ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. PM મોદીએ વાજપેયીજીને અસાધારણ રાજનેતા ગણાવતા જણાવ્યું હતું કે તેમણે પોતાનું સમગ્ર જીવન દેશની સેવામાં સમર્પિત કર્યું હતું. તેમના આદર્શ વિચારો અને પ્રયત્નોએ આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્રોતનું કામ કર્યું છે, તેમજ તેમના દક્ષ નેતૃત્વએ આપણા રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવામાં અદભુત ભૂમિકા ભજવી છે.
Remembering Atal Ji on his Punya Tithi. An extraordinary statesman blessed with remarkable vision, he dedicated his life to the service of our nation. His words and efforts inspired generations and his leadership strengthened our nation. His focus on good governance and public…
— Narendra Modi (@narendramodi) August 16, 2026
કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અટલ બિહારી વાજપેયીને પાઠવી શ્રદ્ધાંજલિ
ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા તેમના રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને યાદ કર્યું હતું. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વાજપેયીજીએ પરમાણુ પરીક્ષણો અને કારગિલ યુદ્ધ દરમિયાન પોતાની પ્રખર નેતાગીરી દ્વારા વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત તાકાતનો પરિચય કરાવ્યો હતો. તેમના મૂલ્યો આધારિત રાજકારણે હંમેશાં 'અંત્યોદય' અને સુશાસનના ઉમદા અભિગમને સાકાર કરી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
पूर्व प्रधानमंत्री व भाजपा के संस्थापक भारत रत्न श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की पुण्यतिथि पर उन्हें नमन करता हूँ।
अटल जी एक ऐसे देशभक्त राजनेता थे, जिन्होंने अपने जीवन का एक-एक क्षण देश सेवा को समर्पित कर दिया। एक ओर उन्होंने परमाणु परीक्षण व कारगिल युद्ध में पूरी दुनिया को… pic.twitter.com/xjXJqDU6fB
— Amit Shah (@AmitShah) August 16, 2026
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અટલજીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમણે લખ્યું કે રાષ્ટ્રનિષ્ઠા (Nationalism), લોકતાંત્રિક મૂલ્યો (Democratic Values) અને આદર્શ રાજનીતિના શિખર પુરુષ અટલ બિહારી વાજપેયીને વિનમ્ર શ્રદ્ધાંજલિ.
राष्ट्रनिष्ठा, लोकतांत्रिक मूल्यों और आदर्श राजनीति के शिखर पुरुष, पूर्व प्रधानमंत्री, 'भारत रत्न' श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि।
अटल जी ने अपने ओजस्वी चिंतन, मर्यादित आचरण और कर्मनिष्ठ जीवन से भारतीय लोकतंत्र में शुचिता, राजनीति में नैतिकता… pic.twitter.com/3rmyDFbpZi
— Yogi Adityanath (@myogiadityanath) August 16, 2026
યોગી આદિત્યનાથે જણાવ્યું કે અટલજીએ પોતાના તેજસ્વી વિચારો, મર્યાદિત આચરણ અને કર્મનિષ્ઠ જીવન દ્વારા ભારતીય લોકશાહીમાં શુચિતા, રાજનીતિમાં નૈતિકતા (Ethics) અને રાષ્ટ્રસેવાના ઉચ્ચ આદર્શ સ્થાપિત કર્યા. તેમનું સમગ્ર જીવન ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાનું જીવંત ઉદાહરણ હતું. રાષ્ટ્રની પ્રગતિ પ્રત્યે તેમનો અડગ સંકલ્પ આજે પણ દેશવાસીઓને ‘વિકસિત ભારત’ (Developed India)ના નિર્માણ માટે પ્રેરણા આપે છે.
3 વખત બન્યા હતા દેશના વડાપ્રધાન
અટલ બિહારી વાજપેયી ભારતીય રાજકારણના (Indian Politics) એવા દિગ્ગજ નેતા હતા, જેમણે વક્તૃત્વ (Oratory), સંવેદનશીલ વ્યક્તિત્વ અને રાજકીય કુશળતાથી આગવી ઓળખ બનાવી હતી. તેઓ 3 વખત ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેમનો પ્રથમ કાર્યકાળ 1996માં માત્ર 13 દિવસનો રહ્યો હતો. ત્યારબાદ 1998-99 દરમિયાન તેમણે ફરી વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી હતી. 1999થી 2004 સુધી તેમણે વડાપ્રધાન તરીકે સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.
વિકાસ યોજનાઓને મળી નવી ગતિ
વાજપેયીને પ્રખર વક્તા, કવિ (Poet) અને કુશળ રાજનેતા તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે. તેમના નેતૃત્વ દરમિયાન ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ (Nuclear Test) કર્યું હતું. આ સમયગાળામાં દેશના માળખાકીય વિકાસ (Infrastructure Development)ને પણ નવી દિશા મળી હતી. તેમની સરકાર દરમિયાન સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના (Golden Quadrilateral Project) જેવી મહત્વપૂર્ણ માળખાકીય યોજનાઓને આગળ વધારવામાં આવી હતી.
2015માં મળ્યો ભારત રત્ન
અટલ બિહારી વાજપેયીને વર્ષ 2015માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિરોધીઓ પ્રત્યે સન્માન અને લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા આજે પણ ભારતીય રાજકારણમાં ઉદાહરણ તરીકે રજૂ થાય છે. તેમના નિધન બાદ દર વર્ષે 16 ઓગસ્ટે તેમની પુણ્યતિથિ નિમિત્તે દેશ તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. તેમની કવિતાઓ (Poems), ભાષણો (Speeches), રાજકીય વિચારો અને રાષ્ટ્રસેવા સાથે જોડાયેલું યોગદાન આજે પણ લોકોમાં લોકપ્રિય છે. તેમની 8મી પુણ્યતિથિ પર સોશિયલ મીડિયા પર લોકો તેમના વિચારો, કવિતાઓ અને વિકાસ કાર્યોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
આ પણ વાંચો : PM Modi Speech Highlights : 140 કરોડ ભારતીયોની શક્તિને રોકવી અશક્ય! લાલ કિલ્લા પરથી PM મોદીનું ઓજસ્વી ભાષણ

