CEC Gyanesh Kumar Case : CEC જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ પર જાણો SCએ શું કહ્યું?
CEC Gyanesh Kumar Case : SIR સંબંધિત નિર્ણયો એકતરફી રીતે લેવાયા હોવાના આરોપો વચ્ચે સુપ્રીમ કોર્ટે Election Commission, CEC જ્ઞાનેશ કુમાર અને અન્ય ચૂંટણી કમિશનરોને નોટિસ ફટકારી છે. જોકે CECને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ પર કોર્ટે રાહત આપી નથી. હવે મૂળ રેકોર્ડ અને ચૂંટણી પંચના જવાબના આધારે આગળની સુનાવણી થશે.
Advertisement
CEC Gyanesh Kumar Case : મુખ્ય ચૂંટણી આયુક્ત (CEC) જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) પર અન્ય બે ચૂંટણી કમિશનરની સંમતિ વિના Special Intensive Revision (SIR) સંબંધિત કેટલાક નિર્ણયો લીધા હોવાના આરોપોને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની 3 સભ્યોની બેન્ચે Election Commission of India (ECI), CEC જ્ઞાનેશ કુમાર અને અન્ય 2 ચૂંટણી કમિશનરોને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. જોકે કોર્ટે જ્ઞાનેશ કુમારને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ પર કોઈ Interim Order આપવાનો ઇનકાર કર્યો.

