Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Delhi Building Collapse : ચાવડી બજારની સાંકડી ગલીઓમાં નિર્માણાધીન ઇમારતનો હિસ્સો તૂટી પડ્યો, 2 ના મોત

જૂની દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન મકાન ધરાશાયી થતાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 1 ઘાયલ થયો છે. કાટમાળ હટાવવા એનડીઆરએફ અને પોલીસની ટીમો કામે લાગી છે. સાંકડી ગલીઓ વચ્ચે બચાવ કાર્ય તેજ કરાયું છે. બીજી તરફ સેફ્ટી ઓડિટ છતાં ઇમારતો તૂટવા મુદ્દે ભ્રષ્ટાચાર અને પક્ષપાતી કામગીરીના આક્ષેપો સાથે રાજકીય વિવાદ પણ વકર્યો છે.
delhi building collapse   ચાવડી બજારની સાંકડી ગલીઓમાં નિર્માણાધીન ઇમારતનો હિસ્સો તૂટી પડ્યો  2 ના મોત
Advertisement

Delhi Building Collapse : દેશની રાજધાનીના સૌથી વ્યસ્ત અને ઐતિહાસિક વેપારી વિસ્તાર જૂની દિલ્હીમાં બુધવારે એક અત્યંત કરુણ દુર્ઘટના સામે આવી છે. ભારે ભીડભાડ ધરાવતા ચાવડી બજાર વિસ્તારમાં અચાનક નિર્માણાધીન બિલ્ડિંગનો મોટો હિસ્સો ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયો હતો. કાટમાળ પડતાં જ આસપાસ નાસભાગ મચી ગઈ હતી અને રસ્તા પર ચાલતા લોકો નીચે દબાઈ ગયા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર કાટમાળમાંથી બહાર કઢાયેલા નાગરિકો પૈકી 2 લોકોને તબીબોએ મૃત જાહેર કર્યા છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વહીવટીતંત્રે તાત્કાલિક મોરચો સંભાળી લીધો છે.

Tags :
Advertisement

.

×