Delhi Health Scam : દિલ્હીમાં મેડિકલ સાધનોની ખરીદીમાં મસમોટું કૌભાંડ! EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
Delhi Health Scam : દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ (Health Department) માં થયેલા આશરે ₹600 કરોડના તબીબી ઉપકરણ ખરીદી કૌભાંડમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એન્ટ્રી કરી છે. ED દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ સેન્ટ્રલ પ્રોક્યોરમેન્ટ એજન્સી (CPA) અને DGHS પાસેથી ખરીદી અંગેના તમામ મહત્વના દસ્તાવેજો (Documents) મંગાવ્યા છે, જ્યારે ACBએ આ મામલે CPAના વડાની ધરપકડ પણ કરી લીધી છે.
Advertisement
Delhi Health Scam : દિલ્હી સરકારના આરોગ્ય વિભાગમાં તબીબી ઉપકરણોની ખરીદીમાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ હવે કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate - ED) એ પોતાના હાથમાં લીધી છે. આ આશરે ₹600 કરોડના મસમોટા કૌભાંડમાં એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મની લોન્ડરિંગ (Money Laundering) નો કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

