15 ઓગસ્ટે મેઘતાંડવનું સંકટ: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું રેડ એલર્ટ
IMD Weather Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિને દેશના16 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને 40 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જારી કરાઈ છે. છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને પૂર્વોત્તર રાજ્યોમાં આગામી 24 કલાકમાં ફ્લેશ ફ્લડ અને પૂરનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
Advertisement
Heavy Rainfall Forecast: દેશ જ્યારે 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની (Independence Day) ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા એક મોટી અને ચિંતાજનક ચેતવણી જારી કરવામાં આવી છે. દેશના 16 રાજ્યોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ અને તેજ આંધી-તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

