Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

India Visa Rules : વિદેશીઓ માટે ભારત આવવું બન્યું સરળ! ગૃહ મંત્રાલયે નિયમો બદલ્યા, ફોર્મમાંથી 70 ટકા કોલમ હટાવાયા

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિદેશી નાગરિકો માટે અરજી પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. મુખ્ય કેટેગરી 13 થી ઘટાડીને 9 અને પેટા કેટેગરી 49 થી ઘટાડી 23 કરાઈ છે. અરજી ફોર્મમાંથી 70 ટકા બિનજરૂરી ખાના હટાવાયા છે. વર્ષ 2025 માં 91.5 લાખ પ્રવાસીઓ આવ્યા હોવાથી પ્રવાસનને વેગ આપવા આ મહત્વપૂર્ણ વહીવટી સુધારો લાગુ કરાયો છે.
india visa rules   વિદેશીઓ માટે ભારત આવવું બન્યું સરળ  ગૃહ મંત્રાલયે નિયમો બદલ્યા  ફોર્મમાંથી 70 ટકા કોલમ હટાવાયા
Advertisement

India Visa Rules : વિશ્વભરના પ્રવાસીઓ, વેપારીઓ અને મુલાકાતીઓ માટે ભારત આવવાની પ્રક્રિયા હવે વધુ ઝડપી અને સુગમ બનવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશની વર્તમાન વ્યવસ્થાને સંપૂર્ણપણે સરળ અને તર્કસંગત બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. વર્ષ 2019 ની નિયમાવલીની વ્યાપક સમીક્ષા કર્યા બાદ મુખ્ય શ્રેણીઓની સંખ્યા 13 થી ઘટાડીને માત્ર 9 કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ મુલાકાતીઓને અરજી કરતી વખતે વારંવાર પૂછાતી બિનજરૂરી વિગતોમાંથી મુક્તિ આપવા માટે ફોર્મમાં રહેલા લગભગ 70 ટકા ખાના હટાવી દેવામાં આવશે. આ ઐતિહાસિક સુધારાથી ભારત પ્રવાસન અને વૈશ્વિક વ્યાપારનું મોટું કેન્દ્ર બનશે તેવી શક્યતા છે.

Tags :
Advertisement

.

×