દિલ્હી-NCRમાં કેવું રહેશે હવામાન?
દિલ્હી-NCRમાં આજે આંશિક વાદળછાયું (Partly Cloudy) વાતાવરણ રહેવાની શક્યતા છે. આ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ (Light to Moderate Rain) પડી શકે છે. દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર, દિલ્હીમાં સમગ્ર સપ્તાહ દરમિયાન વરસાદનો દોર ચાલુ રહી શકે છે. 17 ઓગસ્ટ સુધી વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ (Drizzle) અથવા વરસાદ થવાની શક્યતા છે. જોકે, આ સમયગાળા દરમિયાન અતિ ભારે વરસાદની સંભાવના ઓછી હોવાનું જણાવાયું છે.
ઉત્તર પ્રદેશથી ઝારખંડ સુધી વરસાદની શક્યતા
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અનેક જિલ્લાઓમાં આજે વરસાદનું એલર્ટ (Rain Alert) આપવામાં આવ્યું છે. પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 12થી 15 ઓગસ્ટ દરમિયાન વરસાદની તીવ્રતા ફરી વધી શકે છે. બિહાર (Bihar)ના ઉત્તર અને પૂર્વીય જિલ્લાઓમાં ગાજવીજ (Thunderstorm) સાથે વરસાદ પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે. બીજી તરફ, ઝારખંડ (Jharkhand)ના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
પૂર્વ રાજસ્થાન (East Rajasthan)માં આજે પણ અતિ ભારે વરસાદ (Extremely Heavy Rainfall)નો દોર ચાલુ રહી શકે છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારો અને ઓડિશામાં ખૂબ ભારે વરસાદ (Very Heavy Rainfall)ની શક્યતા છે. મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાત, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પૂર્વોત્તર રાજ્યોમાં પણ વરસાદ યથાવત
અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં છેલ્લા કેટલાક સમયથી સતત વરસાદ પડી રહ્યો છે. આજે પણ આ રાજ્યોમાં ભારે વરસાદથી રાહત મળવાની શક્યતા ઓછી છે. આ ઉપરાંત અંડમાન-નિકોબાર દ્વીપસમૂહ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.
હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં એલર્ટ
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંને રાજ્યોમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન અને અન્ય કુદરતી આફતોનું જોખમ યથાવત છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 13 ઓગસ્ટે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તેથી પહાડી વિસ્તારોમાં રહેતા અને મુસાફરી કરતા લોકોએ હવામાનની સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે.
આ પણ વાંચો : Uttarakhand News : ચમોલીમાં અચાનક નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં... ઉત્તરાખંડના પહાડોમાં સર્જાઈ મોટી તબાહી!