1 જુલાઈથી લાગુ થશે પેટ્રોલ અને ડીઝલ ખરીદીના નવા નિયમો
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા આદેશ અનુસાર, આગામી 1 જુલાઈથી રિટેલ પેટ્રોલ પંપો પરથી ઇંધણ ખરીદવાની પ્રક્રિયા પહેલાની જેમ એકદમ મુક્ત બની જશે. અગાઉ લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે વાહનચાલકો અને ઉદ્યોગ જગતને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ સુધારો કરવામાં આવ્યો છે. આ નિયમ લાગુ થતાં જ ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ ગમે તેટલું ઇંધણ સીધું ખરીદી શકશે .
હવે પરિવહન વધુ ઝડપી બને તેવી સંભાવના
આ નિર્ણય સીધો જ દેશના લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન સાથે જોડાયેલો છે. અગાઉના કડક નિયમોના કારણે લાંબા અંતરની મુસાફરી કરતા વાહનોને રસ્તામાં વારંવાર ઈંધણ ભરાવવા માટે રોકાવું પડતું હતું, જેના લીધે સમય અને નાણાં બંનેનો બગાડ થતો હતો. હવે નવી વ્યવસ્થાથી બજારમાં ઇંધણનો પુરવઠો અને તેનું પરિવહન વધુ ઝડપી બનશે તેવી પૂરતી સંભાવના છે.
12 જૂનના રોજ લાદવામાં આવેલી 200 લીટરની મર્યાદા પાછળનું અસલી વ્યાવસાયિક કારણ
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે ગત 12 જૂનના રોજ એક અચાનક આદેશ જાહેર કરીને દેશના તમામ રિટેલ પેટ્રોલ પંપો પરથી થતા પેટ્રોલ અને ડીઝલના વેચાણને મર્યાદિત કરી દીધું હતું. તે નિયમ હેઠળ કોઈપણ એક વાહન માટે એક દિવસમાં મહત્તમ 200 લીટર સુધી જ પેટ્રોલ કે ડીઝલ ખરીદવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ વ્યવસ્થા અમલમાં આવ્યા બાદથી ખાસ કરીને મોટા ટ્રક, બસ અને વ્યાવસાયિક વાહનોના માલિકોને પોતાની નિયમિત જરૂરિયાત મુજબ ઇંધણ મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
અગાઉનો નિર્ણય આ કારણે લેવામાં આવ્યો હતો
સરકારે આ કદમ કોઈ આકસ્મિક કારણોસર નહીં, પરંતુ તેની પાછળ એક મજબૂત વ્યાવસાયિક અને આર્થિક કારણ જવાબદાર હતું. આ પાબંદી મુખ્યત્વે જથ્થાબંધ ખરીદદારને રિટેલ આઉટલેટ્સનો ઉપયોગ કરતા રોકવા માટે લગાવવામાં આવી હતી . વાસ્તવમાં, જ્યારે ઔદ્યોગિક અને મોટી માત્રામાં તેલ ખરીદનારા ગ્રાહકો જથ્થાબંધ માર્કેટના બદલે સસ્તા રિટેલ પંપો તરફ વળ્યા હતા, ત્યારે સામાન્ય ગ્રાહકો માટે ઇંધણની અછત સર્જાવાનું જોખમ વધી ગયું હતું. આ અસંતુલનને નિયંત્રિત કરવા માટે જ સરકારે 200 લીટરની કેપિંગ સિસ્ટમ દાખલ કરી હતી.
1 જુલાઈથી વ્યવસ્થા સંપૂર્ણ સામાન્ય બનશે
હવે વર્તમાન બજારની સ્થિતિ અને ઇંધણના પર્યાપ્ત પુરવઠાની સમીક્ષા કર્યા બાદ સરકારે આ 200 લીટરનો મર્યાદિત પ્રતિબંધ કાયમી ધોરણે હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. 1 જુલાઈથી તમામ પેટ્રોલ પંપો પર જૂની મુક્ત વ્યવસ્થા પુનઃ સ્થાપિત થઈ જશે. સરકારના આ સકારાત્મક પગલાથી દેશના ટ્રાન્સપોર્ટર્સ, ટ્રક એસોસિએશન અને હેવી કોમર્શિયલ વાહનોના માલિકોને સૌથી મોટો ફાયદો થવાનો છે.
સાલસામાનના વહનની કિંમતોમાં સ્થિરતા આવશે
વ્યવસાયિક દૃષ્ટિએ જોતાં, આ નિર્ણયથી આગામી સમયમાં માલસામાનના વહનની કિંમતમાં સ્થિરતા આવશે, જે આડકતરી રીતે બજારમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની મોંઘવારીને કાબૂમાં રાખવામાં મદદ કરશે. નિષ્ણાતોના મતે, આ આર્થિક સુધારો ભારતીય ઇંધણ બજારમાં નવો ગ્રોથ લાવશે અને રિટેલ પેટ્રોલ પંપ સંચાલકોના દૈનિક વેપારમાં પણ મોટો વધારો કરશે, જે એક ખૂબ જ સકારાત્મક સંકેત છે.
આ પણ વાંચો : El Nino Impact : ભારતને ₹94 લાખ કરોડનું નુકસાન! 2026ના અંતમાં આકાશી આફતનું સંકટ?