PM Modi Viral Video : ગાયોને ચારો અને મોરને દાણા ખવડાવતા જોવા મળ્યા વડાપ્રધાન મોદી
PM Modi Viral Video : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો ગાયોને ચારો અને મોરને દાણા ખવડાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાનનો આ વીડિયો લાલ કિલ્લા જવા પહેલાંનો છે. PM મોદીએ Instagram પર વીડિયો શેર કરીને જણાવ્યું કે આ મિત્રોને ખવડાવવું તેમની દૈનિક દિનચર્યાનો ભાગ બની ગયું છે. વીડિયોને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
Advertisement
PM Modi Viral Video : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો એક વીડિયો (Video) સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ વીડિયોમાં તેઓ પોતાના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ (7 Lok Kalyan Marg) ખાતે ગાયોને ચારો (Fodder) અને 2 મોરને દાણા (Grains) ખવડાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો લાલ કિલ્લા (Red Fort) ખાતે સ્વતંત્રતા દિવસના ધ્વજારોહણ (Flag Hoisting) માટે રવાના થતા પહેલાંનો હોવાનું જણાવાયું છે.

