Shehzad Poonawalla Resignation : શહેઝાદ પૂનાવાલાએ ફરી મોકલ્યું BJPને રાજીનામું, કહ્યું- ‘પાર્ટી છોડી રહ્યો છું, વિચારધારા નહીં’
Shehzad Poonawalla Resignation : ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા (National Spokesperson) શહેઝાદ પૂનાવાલાએ ફરી એકવાર પાર્ટીને રાજીનામું (Resignation) મોકલ્યું છે. અગાઉ 30 જુલાઈએ પણ તેમણે આર્થિક અને વ્યક્તિગત કારણોસર ભાજપના તમામ પદો તથા પ્રાથમિક સભ્યપદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, પાર્ટીએ ત્યારે રાજીનામું સ્વીકાર્યું નહોતું. હવે પૂનાવાલાએ ફરી નિર્ણય પર અડગ રહેતા રાજીનામું મોકલી રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
Advertisement
Shehzad Poonawalla Resignation : ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા (National Spokesperson) શહેઝાદ પૂનાવાલાએ ફરી એકવાર પાર્ટીને પોતાનું રાજીનામું (Resignation) મોકલ્યું છે. અગાઉ 30 જુલાઈ 2026ના રોજ પણ તેમણે આર્થિક (Financial) અને વ્યક્તિગત પરિસ્થિતિઓ (Personal Circumstances)ને કારણ બનાવી ભાજપના તમામ પદો તેમજ પ્રાથમિક સભ્યપદ (Primary Membership)માંથી બિનશરતી રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, ભાજપે તેમનું રાજીનામું તાત્કાલિક સ્વીકાર્યું નહોતું અને તેમને નિર્ણય પર પુનર્વિચાર (Reconsideration) કરવા કહ્યું હતું.

