Union Home Minister Amit Shah : સંસદમાં વિપક્ષના હોબાળા મુદ્દે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહનું નિવેદન! બપોરે 3 વાગ્યે ચર્ચા માટે તૈયાર
Union Home Minister Amit Shah : NEET પેપર લીક અને જંતર-મંતર પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન થયેલા લાઠીચાર્જના મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ચર્ચા માટે સરકાર તૈયાર હોવાનું જણાવ્યું છે. તેમણે વિપક્ષને ચર્ચા માટે પત્ર આપવા કહ્યું છે. બીજી તરફ, રાહુલ ગાંધીએ અમિત શાહ પર વળતો પ્રહાર કરી વિદ્યાર્થીઓ સામેની કાર્યવાહી અંગે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.
Advertisement
Union Home Minister Amit Shah : NEET પેપર લીક (NEET Paper Leak) અને જંતર-મંતર (Jantar Mantar) ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન (Student Protest) દરમિયાન થયેલા લાઠીચાર્જ (Lathicharge)ના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષ સતત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) પાસે આ મુદ્દે જવાબની માંગ કરી રહ્યો હતો. હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્પષ્ટ કર્યું છે કે, સરકાર આ મુદ્દે સંસદમાં ચર્ચા (Parliament Discussion) માટે તૈયાર છે.

