Devbhumi Dwarka: કરોડોનું ઇન્ટરનેશનલ દવા કૌભાંડ ઝડપાયું, મુંબઈ-પુણે સુધી જોડાયા તાર
Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા એસઓજી પોલીસે નાના માઢા ગામ નજીકથી વાહન રોકી 9.50 લાખથી વધુ પ્રતિબંધિત પ્રેગાબાલિન કેપ્સ્યુલનો જથ્થો ઝડપ્યો છે. અંદાજે 80 લાખ 77 હજારની કિંમતની આ દવાઓ નકલી દસ્તાવેજોના આધારે સલાયા બંદરેથી દરિયાઈ માર્ગે યમન મોકલવાનું કાવતરું હતું. આ કેસમાં 5 આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ છે
Advertisement
Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (Special Operation Group - SOG) પોલીસે એક મોટી કાર્યવાહી કરીને લાખો રૂપિયાના પ્રતિબંધિત પ્રેગાબાલિન (Pregabalin) દવા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સલાયા (Salaya) બંદરેથી દરિયાઈ માર્ગે યમન (Yemen) દેશમાં ગેરકાયદેસર રીતે દવાનો જથ્થો મોકલવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો ભંડાફોડ થયો છે. પોલીસે બાતમીના આધારે નાના માઢા (Nana Madha) ગામ નજીક એક ટાટા એસ (Tata Ace) વાહનને રોકીને તપાસ કરતા આ કરોડોની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો હતો.

