Dwarka: ખંભાળિયામાં શાકભાજીના વેપારીની ઘાતકી હત્યાથી ચકચાર, કારણ જાણી હચમચી જશો!
ખંભાળિયામાં શાકભાજીના વેપારી આસીફભાઈ લાખાની હત્યા કેસમાં પોલીસે બે આરોપીઓ હાજાભાઈ આસાણી અને એક કિશોરને ઝડપી પાડ્યા છે. સોનાના દાગીનાની લૂંટના ઈરાદે મિત્રોએ જ ઈકો કારમાં તેમની હત્યા કરી હતી. પોલીસે 28 લાખના સોનાના દાગીના અને ગુનામાં વપરાયેલી કાર સહિત 29.27 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Advertisement
Dwarka Murder Case: દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના ખંભાળિયામાં શાકભાજીના વેપારી આસીફભાઈ લાખાની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. વિરમદળ રોડ પર અરજણસર તળાવ નજીક બાવળોની ઝાડીમાંથી મળેલી લાશના પ્રકરણમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે.

