Dwarka: કતારના LNG પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં ખંભાળિયાના યુવાનનું નિધન, પરિવારમાં શોકની લાગણી
ખંભાળિયાના હર્ષદપુરના 31 વર્ષીય યુવાન કિરીટ કણજારીયાનું કતારમાં એલ.એન.જી. પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં ગંભીર ઈજા થવાથી સારવાર દરમિયાન નિધન થયું છે. છેલ્લા બે વર્ષથી તેઓ પરિવારના ભરણપોષણ માટે ત્યાં નોકરી કરતા હતા. આ દુઃખદ સમાચારથી તેમના પરિવાર અને સથવારા સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
Advertisement
Dwarka: જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામના એક યુવાને વિદેશની ધરતી પર જીવ ગુમાવતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. હર્ષદપુરના વતની 31 વર્ષીય કિરીટ જયંતીભાઈ કણજારીયા છેલ્લા બે વર્ષથી કતાર (Qatar) દેશમાં સ્થાયી થયા હતા અને ત્યાં એક એલ.એન.જી. (LNG) પ્લાન્ટમાં કાર્યરત હતા.

