Devbhumi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રખડતા શ્વાનનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે આજે એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા દાદા અને તેમના માસૂમ પૌત્ર પર રખડતા શ્વાને અચાનક હિંસક હુમલો કરી દીધો હતો.
Devbhumi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રખડતા શ્વાનનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે આજે એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા દાદા અને તેમના માસૂમ પૌત્ર પર રખડતા શ્વાને અચાનક હિંસક હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં બાળક સહિત કુલ 4 લોકોને શ્વાને બચકાં ભરી ઈજાગ્રસ્ત કર્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખંભાળિયામાં રખડતા શ્વાનનો આતંક
ખંભાળિયા શહેરમાં આજે રખડતા શ્વાનનો આતંક પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. અહીં એક માર્ગ પરથી પોતાના દાદા સાથે પસાર થઈ રહેલા નિર્દોષ પૌત્ર પર એક શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. શ્વાન એટલો હિંસક બન્યો હતો કે તેણે દાદા અને પૌત્ર બંનેને બચકાં ભરી લોહીલુહાણ કરી નાખ્યા હતા. આ દ્રશ્ય જોઈ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક લાકડીઓ અને જે હાથમાં આવ્યું તે લઈને દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ દાદા-પૌત્રને શ્વાનની ચુંગાલમાંથી બચાવ્યા હતા.
બાળક સહિત 4 લોકો ઈજાગ્રસ્ત
આ હિંસક શ્વાને માત્ર આ બંનેને જ નહીં, પરંતુ વિસ્તારના અન્ય લોકોને પણ શિકાર બનાવ્યા હતા, જેમાં માસૂમ બાળક સહિત કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર હુમલાની કાળજું કંપાવી દેતી ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં રખડતા શ્વાનોના ત્રાસને ડામવામાં નિષ્ફળ રહેલા સ્થાનિક તંત્ર સામે તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે અને વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માંગ ઉઠી છે.
આ પણ વાંચો : Gujarat News Today: આજે 27 જૂન 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?