Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

500 વર્ષ બાદ બની રહ્યો છે શક્તિશાળી પંચગ્રહી યોગ, જાણો કઈ રાશિઓનો આવશે Golden Time?

ફેબ્રુઆરી 2026માં સૂર્ય, બુધ, શુક્ર, મંગળ અને રાહુનો દુર્લભ પંચગ્રહી યોગ કુંભ રાશિમાં બનશે. વૈદિક જ્યોતિષ મુજબ આ યોગ સિંહ, મેષ અને કુંભ રાશિ માટે અત્યંત લાભદાયક રહેશે. નોકરીમાં પ્રગતિ, ધનલાભ, લગ્નયોગ અને માન-સમ્માન વધવાની સંભાવનાઓ છે
500 વર્ષ બાદ બની રહ્યો છે શક્તિશાળી પંચગ્રહી યોગ  જાણો કઈ રાશિઓનો આવશે golden time
Advertisement

. ફેબ્રુઆરીમાં કુંભ રાશિમાં પંચગ્રહી યોગ
. ત્રણ રાશિઓને પંચગ્રહી યોગ કરશે ફાયદો
. 500 વર્ષ બાદ બની રહ્યો છે શક્તિશાળી પંચગ્રહી યોગ

Panchgrahi Yog 2026: વૈદિક જ્યોતિષ મુજબ ફેબ્રુઆરીમાં ઘણાં દુર્લભ યોગ અને રાજયોગ બનવા જઈ રહ્યા છે. જેનો પ્રભાવ માનવજીવન અને દેશ-દુનિયા પર જોવા મળશે. ફેબ્રુઆરીમાં સૂર્ય, બુધ, શુક્ર, મંગળ અને રાહુનો પંચગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે.

Advertisement

આ યોગ શનિના સ્વામીત્વવાળી કુંભ રાશિમાં બનશે. જેના કારણે કેટલીક રાશિઓના ભાગ્ય ચમકે તેવી સંભાવનાઓ આકાર લઈ રહી છે. તેની સાથે નવી નોકરી અને અપાર ધનલાભની પ્રાપ્તિ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે...

Advertisement

સિંહ રાશિ (Leo Zodiac)

તમારા લોકો માટે પંચગ્રહી યોગ લાભદાયક સિદ્ધ થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિથી સાતમા ભાવમાં બનશે. માટે આ સમય તમારા લગ્નજીવન માટે શાનદાર હશે. તેની સાથે જ પ્રશાસનિક, સરકારી અથવા રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ખાસ ફાયદો થઈ શકે છે.

આ સમયગાળા દરમિયાન કાર્યક્ષેત્રમાં પકડ મજબૂત બનશે. તેની સાથે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ પણ આવી શકે છે. આ સમયગાળો તમારી ઈચ્છાઓની પૂર્તિ માટે અનુકૂળ છે.

મેષ રાશિ (Aries Zodiac)

પંચગ્રહી યોગનું બનવું મેષ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર બનશે. માટે આ સમય તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાની શક્યતા છે. તેની સાથે જ કારકિર્દીમાં પ્રગતિના સંકેત છે.

આ સમયગાળા દરમિયાન કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. કામકાજમાં સ્થિરતા આવશે. આ સમયગાળામાં ભવિષ્યની યોજનાઓ સફળ થતી પણ દેખાશે. તમને રોકાણમાં ફાયદો થશે. મેષ રાશિના જાતકોને શેરબજાર, સટ્ટા અને લોટરી જેવી બાબતોમાં ફાયદો થવાની પણ સંભાવના છે.

કુંભ રાશિ (Kumbh Zodiac)

કુંભ રાશિના જાતકોને પંચગ્રહી યોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ યોગ તેમની રાશિમાં એટલે કે લગ્ન ભાવમાં બનશે. માટે આ સમય તમારો આત્મવિશ્વાસ વધારનાર હશે. સમય તમને માન-સમ્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ પણ કરાવી શકે છે. આ સમયગાળો પરણિતોના લગ્નજીવન માટે શાનદાર રહેશે. નોકરિયાતોને પ્રમોશનની પણ શક્યતા છે. આ દરમિયાન ધન આગમનના નવા માર્ગ બનવાની પણ સંભાવના છે.

આ પણ વાંચો: Surya Grahan 2026 : વર્ષના પહેલા સુર્યગ્રહણને લઇને A To Z વિગતો જાણો અહીં

ડિસ્કલેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે ગુજરાત ફર્સ્ટ જવાબદાર નથી.

Tags :
Advertisement

.

×