Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ShravanMaas: પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર,મંદિરોમાં ઉમટ્યા દર્શનાર્થીઓ

પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર સોમનાથમાં ઉમટ્યું શિવભક્તોનું ઘોડાપુર શ્રાવણના બીજા સોમવારે ભક્તોનો અવિરત પ્રવાહ ShravanMaas: આજે પવિત્ર શ્રાવણ માસ(Shravan Maas)નો બીજો સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનું જાણે...
shravanmaas  પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર મંદિરોમાં ઉમટ્યા દર્શનાર્થીઓ
Advertisement
  1. પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર
  2. સોમનાથમાં ઉમટ્યું શિવભક્તોનું ઘોડાપુર
  3. શ્રાવણના બીજા સોમવારે ભક્તોનો અવિરત પ્રવાહ

ShravanMaas: આજે પવિત્ર શ્રાવણ માસ(Shravan Maas)નો બીજો સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનું જાણે ઘોડાપુર ઉમટયુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. હેલી સવારથી શિવભક્તો સોમનાથ મંદિરમાં ઉમટ્યા છે. સોમનાથ મહાદેવ મંદિરમાં રંગબેરંગી પુષ્પોથી શણગાર કરાયો છે.

Advertisement

કયું જ્યોતિર્લિંગ ચંદ્ર સાથે સંબંધિત છે?

ભગવાન શિવ જાગૃત સ્વરૂપે બાર જ્યોતિર્લિંગના રૂપમાં વિરાજમાન છે. આમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું છે. તે ગુજરાતના કાઠિયાવાડના પ્રભાસ વિસ્તારમાં આવેલું છે. તેને સોમનાથ કહેવામાં આવે છે કારણ કે તેની સ્થાપના ચંદ્ર (સોમ) દ્વારા કરવામાં આવી હતી.શ્રાપને દૂર કરવા માટે ચંદ્રમાએ આ શિવલિંગની (Shravan Maa)સ્થાપના કરી હતી અને તેની વિધિવત પૂજા કરી હતી. એવું કહેવાય છે કે ચંદ્ર પર અસર કરતી ઊર્જા આ જ્યોતિર્લિંગ અને તેની આસપાસના સ્થળોમાં હાજર છે.

Advertisement

આ પણ  વાંચો -90 વર્ષ પછી આ વર્ષે રક્ષાબંધનમાં બની રહ્યો છે શુભ સંયોગ, રાખડી બાંધવા છે આ શ્રેષ્ઠ સમય

સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવાથી અનેક ગણુ ફળ પ્રાપ્ત થાય

જે લોકોને વધુ પડતો તણાવ અથવા ચિંતા હોય તેમણે સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. સોમનાથ દેવની પૂજા માનસિક રોગીઓ અને ડિપ્રેશનથી પીડિત લોકો માટે ખાસ કરીને ફાયદાકારક છે. કુંડળીમાં ગ્રહણ યોગ હોય તો પણ સોમનાથની પૂજા કરવી શુભ છે. જો ચંદ્ર નીચ રાશિમાં હોય અથવા અસ્ત થઈ ગયો હોય તો સોમનાથજીની પૂજા કરવી જોઈએ.

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે બીજો સોમવાર

વહેલી સવારથી જ ભાવિકોની મોટી ભીડ સોમનાથ મંદિર અને પરિસરમાં જોવા મળી હતી. ત્યારે જામનગર સદીઓ જૂનું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે આજે બજો સોમવાર છે. તેમાં ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી ભીડ જામી છે. ભવનાથ મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી છે. તેમજ હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યું છે.

આ પણ  વાંચો -Lord Shanidev : આજે શનિવાર, ન્યાયના દેવતા શનિદેવને આ રીતે કરો પ્રસન્ન, દરેક મનોકામના થશે પૂર્ણ!

અવંતીકેશ્વર મહાદેવના દર્શનાર્થે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સરખેજ ભારતી આશ્રમમાં આવેલ અવંતીકેશ્વર મહાદેવ ની વિશેષ પૂજા અર્ચના અને સવાર સાંજ આરતીનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે શિવ કથા અને ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સવાર સાંજ વિશેષ પૂજા અર્ચના અહીં ભક્તો પણ કરતા હોય છે અને મંદિરમાં સવારથી સાંજ સુધી ભક્તોને કતાર જોવા મળે છે અવંતીકેશ્વર મહાદેવ મૂળ ભારતીબાપુ દ્વારા સ્થાપિત આ મંદિર છે જેથી તેનું મહત્વ ખૂબ વધી જાય છે સરખેજ વિસ્તારમાં આવેલ ભારતી આશ્રમ અને તેમાં આવેલું અવંતીકેશ્વર મહાદેવના દર્શનાર્થે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે..

Tags :
Advertisement

.

×