Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rashifal 27 May 2026 : પુરષોત્તમ માસની અગિયારસે જાણો તમારા નસીબનો હાલ

Rashifal 27 May 2026: આજે 27 મે 2026, બુધવાર અને પુરષોત્તમ અધિક માસની એકાદશીના દિવસે નક્ષત્રોની બદલાતી ચાલ તમામ 12 રાશિઓના જીવન પર ઊંડી અસર (Deep Impact) કરવા જઈ રહી છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર (Vedic Astrology) અનુસાર, આજનો દિવસ કેટલીક ભાગ્યશાળી રાશિઓ માટે કરિયર અને બિઝનેસમાં પ્રગતિની નવી તકો (New Opportunities) લાવશે,
rashifal 27 may 2026   પુરષોત્તમ માસની અગિયારસે જાણો તમારા નસીબનો હાલ
Advertisement

Rashifal 27 May 2026: આજે 27 મે 2026, બુધવાર અને પુરષોત્તમ અધિક માસની એકાદશીના દિવસે નક્ષત્રોની બદલાતી ચાલ તમામ 12 રાશિઓના જીવન પર ઊંડી અસર (Deep Impact) કરવા જઈ રહી છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર (Vedic Astrology) અનુસાર, આજનો દિવસ કેટલીક ભાગ્યશાળી રાશિઓ માટે કરિયર અને બિઝનેસમાં પ્રગતિની નવી તકો (New Opportunities) લાવશે, જ્યારે કેટલીક રાશિઓએ સ્વાસ્થ્ય અને વાણી પર વિશેષ સંયમ રાખવો પડશે. ચાલો જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની મેષથી મીન સુધીનું આજનું સંપૂર્ણ દૈનિક રાશિફળ (Daily Horoscope) વિશે શું જણાવે છે.

મેષ
આજે મિશ્ર લાભ નો દિવસ બની રહે આજે રાજનીતિ સાથે જોડાયેલા જાતકોને કોઇ મોટું પદ મળી શકે છે. કાર્યક્ષેત્રે કોઇ ભૂલના કારણે મનમાં ભય રહેશે. સ્વાસ્થય માં ધ્યાન રાખવું ખાનપાન માં વિશેષ સાવચેતી રાખવી

Advertisement

વૃષભ
આજે સામાજિક પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિનો દિવસ છે. દૈનિક સુખ સુવિધાની કેટલીક ચીજવસ્તુઓ પણ ખરીદી શકો છો. પરિવારમાં કોઇ પાર્ટીનું આયોજન થઇ શકે છે. કોઇ નવા કામની શરૂઆત માટે દિવસ ઉત્તમ છે.

Advertisement

મિથુન
આજે દિવસ દરમિયાન સાવધાન રહો, કોઇ જોખમી કાર્યો હાથ પર ના લો, નહીં તો પરેશાની થઇ શકે છે. ઘરના સમારકામ પર વિચાર કરી શકો છો. કોઇ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાથી તમારી પ્રતિષ્ઠા વધશે.

કર્ક
નાણાકીય મામલે આજે દિવસ ઉત્તમ રહેશે, અટકેલાં પૈસા પરત મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. અવિવાહિત જાતકોની મુલાકાત કોઇ પ્રિય વ્યક્તિ સાથે થઇ શકે છે.

સિંહ
આજે દિવસ મિશ્ર રહેશે, ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. કોઇને ઉધાર નાણા આપવા દરમિયાન સાવધાન રહો. કાયદાકીય મામલે કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો. બિઝનેસમાં દિવસ કમજોર રહેશે

કન્યા
આજે કોઇ નવી સંપત્તિની ખરીદી માટે દિવસ ઉત્તમ છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી સારો નફો મળશે. સામાજિક કાર્યક્રમમાં ભાગ લેશો. માતા પિતાના આશીર્વાદથી અટકેલાં કાર્યો સમયસર પૂરાં થશે.

તુલા
આજે પારિવારિક જવાબદારીઓને લઇ ચિંતિત રહેશો, જેના કારણે સ્વભાવમાં તણાવ રહી શકે છે. પરિવારના સભ્યને કરેલાં વાયદાઓ સમયસર પૂરાં કરો. કાર્યસ્થળે વિવાદની સ્થિતિમાં વાણી પર નિયંત્રણ રાખો.

વૃશ્ચિક
રાજનીતિમાં કામ કરતા જાતકો માટે આજે દિવસ પ્રગતિ લઇને આવશે. તમારી કોઇ મહત્વકાંક્ષા પૂર્ણ થઇ શકે છે. માન સન્માનમાં વૃદ્ધિ થશે. સાસરી પક્ષમાં કોઇની પાસેથી ઉધાર નાણા સરળતાથી મળશે

ધન
આજે પારિવારિક જીવન સુખમય રહેશે. કોઇ સંપત્તિના વિવાદમાં અનુશાસન જાળવો નહીં તો પરેશાની થઇ શકે છે. નોકરીયાત વર્ગને પ્રમોશનના યોગ છે. જૂની લેવડ દેવડના કારણે પરેશાની રહેશે

મકર
આજે દિવસ તમારાં પ્રભાવ અને યશમાં વૃદ્ધિ કરાવશે. જીવનસાથી તરફથી કોઇ ઉપહાર મળી શકે છે. બિઝનેસના કામથી નાની યાત્રા પર જઇ શકો છો, જે ફાયદાકારક રહેશે

કુંભ
આજે દિવસ માન સન્માનમાં વૃદ્ધિ કરાવશે. કોઇ સંપત્તિની ડીલ અગાઉ તેના ચલ અચલ પાસાઓની તપાસ કરી લો, નહીં તો પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આર્થિક સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસમાં સફળતા મળશે

મીન
આજે દિવસ રચનાત્મક કાર્યોમાં સામેલ થઇ નામ કમાવાનો છે, જેના માટે સુખ સુવિધાની ચીજવસ્તુની ખરીદી પણ કરી શકો છો. મનમાં ચાલી રહેલી વાતોને કોઇની સાથે શૅર ના કરો

Tags :
Advertisement

.

×