જગન્નાથ મંદિરની ધજા લઈને સમડી ઊડી ગઈ, અપશુકનિયાળ ઘટનાનો સંકેત કે પછી..!
- ભગવાન જગન્નાથના મંદિરની ધજા લઈને એક સમડી આકાશમાં ઊડી
- આ ઘટનાનો વીડિયો વાયરલ થતા અનેક આશંકા વ્યકત કરાઈ
- આ ઘટનાને અપશુકનિયાળ સંકેત ગણાવામાં આવી રહી છે
PURI: ભગવાન જગન્નાથના મંદિરની ધજા લઈને એક સમડી આકાશમાં ઊડી ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જ્યોતિષ નિષ્ણાતો આ ઘટનાને અશુભ ગણાવી રહ્યા છે. ઉપરાંત, આ દ્રશ્યે ઓડિશા સહિત દેશભરના ભક્તોને ચિંતામાં મૂકી દીધા છે. લોકોના મનમાં ડર છે કે ભવિશ્યમાં કોઈ ખરાબ ઘટના તો નહીં ઘટેને ???
સત્તાવાર નિવેદન નથી આવ્યું
જગન્નાથ મંદિરની ધજા લઈને એક સમડી ઊડી ગઈ છે. જોકે, હજુ સુધી મંદિર સમિતિ અને સ્થાનિક વહીવટીતંત્ર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કેટલાક સ્થાનિક લોકો એમ પણ કહે છે કે સમડી દ્વારા પકડાયેલ ધ્વજ જગન્નાથ મંદિરનો નથી પરંતુ કોઈ બીજા મંદિરનો છે. લોકવાયકા અનુસાર આ મંદિરમાં કોઈક અપશુકનિયાળ સંકેત જોવા મળે ત્યારે નજીકના ભવિષ્યમાં કોઈકને કોઈક અપ્રિય કે નુકસાનકારક ઘટના ઘટે છે. ભૂતકાળમાં પણ આવા અપશુકનિયાળ સંકેતો બાદ મોટી ઉથલ પાથલ થઈ હતી.
અગાઉના અપશુકનિયાળ સંકેતો
એક સમડી જગન્નાથ મંદિરની ટોચ પર મંદિરનો ધ્વજ લઈને ઊડી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યોતિષ નિષ્ણાતો આ ઘટનાને અશુભ શુકન તરીકે જોઈ રહ્યા છે અને કંઈક અનિચ્છનીય બનવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આ પહેલા પણ વર્ષ 2020માં વીજળી પડવાથી મંદિરના ધ્વજમાં આગ લાગી હતી અને તે પછી તરત જ કોરોના મહામારી ફાટી નીકળી હતી. જેને સમગ્ર વિશ્વને ભરડામાં લીધું હતું. ત્યારબાદ 2022માં મંદિરના થાંભલાઓમાં તિરાડો પડી જવાની અપશુકનિયાળ ઘટના ઘટી હતી. આ ઘટના બાદ રાજ્યની સત્તામાં મોટો ફેરફાર થયો અને મુખ્યમંત્રી નવીન પટનાયકને પોતાની ખુરશી ગુમાવવી પડી હતી.
આ પણ વાંચોઃ Hanumanta : સહજ માનવ વ્યવસ્થાપનના અનન્ય ગુણધારી
જગન્નાથ મંદિરના ધ્વજનું રહસ્ય
જગન્નાથ મંદિરનો ધ્વજ હંમેશા વૈજ્ઞાનિકો માટે એક પડકાર અને સામાન્ય લોકો માટે એક રહસ્ય રહ્યો છે. આ વિશ્વ વિખ્યાત મંદિરનો ધ્વજ પવનની દિશા ગમે તે હોય, ધ્વજની દિશા હંમેશા એકસરખી રહે છે. આ ઘટના વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરે છે. પવન ગમે તે દિશામાં ફૂંકાય, આ ધ્વજના ફરકવાની દિશા નિશ્ચિત છે. જગન્નાથ મંદિરનો ધ્વજ દરરોજ બદલાય છે. એવું માનવામાં આવે છે કે જે દિવસે આ ધ્વજ કોઈપણ કારણોસર બદલાશે નહીં, તે દિવસે આ સ્થળ આગામી 18 વર્ષ સુધી બંધ રહેશે. જો આ દરમિયાન મંદિરના દરવાજા ખોલવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ માન્યતા લોકોને આશ્ચર્યચકિત કરે છે. લોકો આ રહસ્ય જાણવા માટે ઉત્સુક છે. દરરોજ એક પૂજારી ૪૫ માળની ઊંચાઈવાળા મંદિરની ટોચ પર ચઢે છે અને ધ્વજ બદલે છે. મંદિરની ટોચ પર એક ભારે સુદર્શન ચક્રની સ્થાપના થયેલ છે. જેનું વજન લગભગ 1000 કિલોગ્રામ છે. વિજ્ઞાન પણ આશ્ચર્યચકિત છે કે આ ચક્ર આટલી ઊંચાઈએ કેવી રીતે પહોંચ્યું હશે, જ્યારે તે સમયે ટેકનોલોજી એટલી વિકસિત નહોતી.
આ પણ વાંચોઃ Rashifal 14 April 2025 : આ રાશિના જાતકોને આજે સરકાર તરફથી મળી શકે છે Good News