ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદનાં કુમકુમ મંદિર દ્વારા ​​London માં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

આ પ્રસંગે અનેક સંતો, હરિભક્તો ધૂન-ભજન-કીર્તન અને સ્વામિનારાયણ મહામંત્રનાં નાદ સાથે જોડાયા હતા.
07:14 PM Aug 22, 2025 IST | Vipul Sen
આ પ્રસંગે અનેક સંતો, હરિભક્તો ધૂન-ભજન-કીર્તન અને સ્વામિનારાયણ મહામંત્રનાં નાદ સાથે જોડાયા હતા.
Kumkummandir_Gujarat_first 2
  1. મણિનગર કુમકુમ મંદિરનાં સાધુઓ દ્વારા લંડનમાં શોભાયાત્રાનું આયોજન કરાયું
  2. લંડનનાં સ્ટેનમોર વિસ્તારમાં સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી
  3. શોભાયાત્રામાં ભગવાનનાં જે દર્શન કરે છે તે જીવનું કલ્યાણ થાય છે : સાધુ પ્રેમવત્સલદાસજી

London : અમદાવાદમાં સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી દ્વારા સંસ્થાપિત અને મણિનગર ખાતે આવેલા કુમકુમ મંદિરનાં (Kumkum Temple) સંતો દ્વારા લંડનમાં સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. લંડનનાં સ્ટેનમોર વિસ્તારમાં આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા અને વિદેશી ધરતી પર ધૂન-ભજન-કીર્તન અને સ્વામિનારાયણ (Lord Swaminarayan) મહામંત્રનો નાદ ગૂંજી ઉઠ્યો હતો.

આ પણ વાંચો - Parivartini Ekadashi 2025 : ભગવાન વિષ્ણુની નિંદ્રા સાથે સંકળાયેલ આ એકાદશીનું મર્મ અને માહાત્મ્ય જાણો

મણિનગર કુમકુમ મંદિરનાં સાધુઓ દ્વારા લંડનમાં શોભાયાત્રાનું આયોજન કરાયું

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ કુમકુમ મંદિરનાં સંતો દ્વારા લંડનનાં (London) સ્ટેનમોર વિસ્તારમાં સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે અનેક સંતો, હરિભક્તો ધૂન-ભજન-કીર્તન અને સ્વામિનારાયણ મહામંત્રનાં નાદ સાથે જોડાયા હતા. સ્વામિનારાયણ ભગવાનનાં આ દિવ્ય દર્શનનો લાભ અનેક ભક્તોએ લીધો હતો.

આ પણ વાંચો - Shukrawar Upay : સારી આવક છતાં આર્થિક તંગી રહે છે? તો શુક્રવારે કરો આ 5 ખાસ જ્યોતિષીય ઉપાય

શોભાયાત્રામાં ભગવાનનાં જે દર્શન કરે છે તે જીવનું કલ્યાણ થાય છે : સાધુ પ્રેમવત્સલદાસજી

કુમકુમ મંદિરનાં સાધુ પ્રેમવત્સલદાસજીએ (Sadhu Premvatsaldasji) જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે ભગવાનની શોભાયાત્રા નીકળતી હોય ત્યારે જે કોઈ મનુષ્ય સ્વામિનારાયણ ભગવાનનાં દિવ્યદર્શનનું નામ લે છે તે જીવનું અંતે કલ્યાણ થાય છે. તેથી ભગવાનનાં દર્શન કરવા જોઈએ. ભગવાન કેવળ કૃપા કરી દરેક જીવનો શ્રેય કરે છે.

આ પણ વાંચો - Chandra Grahan 2025 : 7 સપ્ટેમ્બરે યોજાશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો કઇ રાશિને ફળશે

Tags :
AhmedabadGUJARAT FIRST NEWSKumkum templeLondonLord SwaminarayanManinagarSadhu PremvatsaldasjiSwaminarayan MahamantraTop Gujarati News
Next Article