ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Akinchan : હઁસિબા ખેલિબા ધરિબા ધ્યાનમ્।

ભગવાન પાસે તો રાજ રજવાડાં માગવાનાં હોય..સુખ સમૃધ્ધિ માંગવાની હોય.આ ભાવ આપણા સમાજની માનસિકતા દર્શાવે છે. અત્યારના સમયમાં કોઇ વ્યક્તિને ભગવાન માટે સમય આપવો નથી અને ભગવાન આપણી માટે સમય આપે એવું ઇચ્છે છે. નરસિંહ મહેતાએ તેની માટે સમય આપ્યો. પછી ભગવાને તેના માટે સમય આપ્યો છે. આપણે વિચારીએ છીએ કે જો માળા કરવા રહીશું તો ભોગ ક્યારે ભોગવશું ?
12:03 PM Dec 08, 2025 IST | Kanu Jani
ભગવાન પાસે તો રાજ રજવાડાં માગવાનાં હોય..સુખ સમૃધ્ધિ માંગવાની હોય.આ ભાવ આપણા સમાજની માનસિકતા દર્શાવે છે. અત્યારના સમયમાં કોઇ વ્યક્તિને ભગવાન માટે સમય આપવો નથી અને ભગવાન આપણી માટે સમય આપે એવું ઇચ્છે છે. નરસિંહ મહેતાએ તેની માટે સમય આપ્યો. પછી ભગવાને તેના માટે સમય આપ્યો છે. આપણે વિચારીએ છીએ કે જો માળા કરવા રહીશું તો ભોગ ક્યારે ભોગવશું ?

Akinchan: -ધંધાનો લાભ કે આંતરિક શાંતિ? 'લાલો' મૂવીનો સૂક્ષ્મ  સંદેશ છે - જીવનની સાચી અપેક્ષા।

ગિરનારની યાત્રામાં એક મિત્રને યુવા યોગીનો અલૌકિક અનુભવ થયો.વરસતા વરસાદમાં ગિરનાર ચઢવો એ પણ એક રોમાંચક અનુભવ છે.યુવક આમ રસિયો એટ્લે વરસતા વરસાદમાં ગિરનારનું સાનીધ્ય માણવું એ અલૌકિક અનુભવ માણવા જ એ દત્ત ટૂક ચઢતો હતો.એ દત્ત ટૂક પર પહોંચવામાં જ હતો. સાવ સુમસામ વાતાવરણ હતું.વરસતા વરસાદમાં અને એ ય દત્ત ટૂક પર કોણ ચઢે? ત્યાં રસ્તાની બાજુમાં જ એક યોગી એક શીલા પર બેઠેલા. યુવકને નવાઈ લાગી. એવામાં એ યોગીએ એને નામથી બોલાવ્યો, એણે દત્ત ટૂક પર ગુરુપાદુકાના દર્શન કરાવ્યા,પ્રસાદ આપ્યો અને કહ્યું દત્ત સાક્ષાત બેઠા છે.તારે માગવું હોય એ માગી લે. ..પણ એ અલૌકિક અને દીવી આભામંડળમાં સાવ શૂન્યમનસ્ક થઈ ગયેલો. ભાવસમાધિમાં સરી પડેલો. દર્શન કરી યંત્રવત  પાછો એની સાથે ચાલ્યો ત્યાં સુધી કે જે શીલા પર એ બેઠો હતો.ભાવસમાધી તૂટી. પીએન હૈયે હરખની છોળો ઊછળતી હતી.

Akinchan : રાજા રિઝે ત્યારે તેની પાસે પીપરમિંટ થોડી મગાય?

યુવક યોગીને પગે લાગી પગથિયાં ઉતરવા માંડ્યો.સહેજ આગળ જઈને પાછું જોઈ યોગીનાં દર્શન કરવાની લાલચ એ ન રોકી શક્યો...પણ આ શું? ત્યાં તો કોઈ નહોતું. નીચે ઉતરવાનો બીજો કોઈ રસ્તો તો હતો નહીં...પાછા વળી દત્ત મંદિર જઇ જોયું...ત્યાં ય સૂમસામ..ચમત્કાર? યોગી તો અદ્રશ્ય.....

પાછો ફરી મિત્રને આ અલૌકિક અનુભવની વાત કરી તો મિત્ર કહે,”ડફોળશંખ,યોગીએ માગવાનૌ કહ્યું ને તેં કઇ ન માગ્યું?”

“ના,મને વણમાગ્યે અલૌકિક અનુભૂતિ થઈ એનાથી મોટું શું? રાજા રિઝે ત્યારે તેની પાસે પીપરમિંટ થોડી મગાય?

ભગવાન પાસે તો રાજ રજવાડાં માગવાનાં હોય..સુખ સમૃધ્ધિ માંગવાની હોય.આ ભાવ આપણા સમાજની માનસિકતા દર્શાવે છે.

અત્યારના સમયમાં કોઇ વ્યક્તિને ભગવાન માટે સમય આપવો નથી અને ભગવાન આપણી માટે સમય આપે એવું ઇચ્છે છે. નરસિંહ મહેતાએ તેની માટે સમય આપ્યો. પછી ભગવાને તેના માટે સમય આપ્યો છે. આપણે વિચારીએ છીએ કે જો માળા કરવા રહીશું તો ભોગ ક્યારે ભોગવશું ?

Akinchan : શું ભગવાન પાસે કંઇ માંગવું જોઈએ? માંગેલી વસ્તુ ભગવાન આપે ખરાં ?

ભગવાન (BHAGVAN)પાસે કંઇ માંગવું જોઈએ કે નહીં એ સવાલ સતત થતો રહે છે.  માંગવાની ના નથી એ આપણો પિતા છે ને આપણે દિકરા દિકરી છીએ પણ સામે શું આપવું તેની સમજણ નથી આપણાંમાં.

સો રૂપિયા લઇ તોલો સોનું લેવા જાવ તો સોની આપે ? ભગવાન માંગ્યુ ન આપે. કેમ ન આપે?. ભગવાનને ખબર છે કે રૂ.1100ની બાધા રાખનાર દૃઢ શ્રદ્ધાવાન નથી. તેની શ્રદ્ધા ખંડિત છે તેની એક બાધા હું પૂરી નહીં કરું એટલે બીજે પહોંચશે અને ભગવાન તો ઇચ્છે જ છે કે તમે તમારી બાધા પૂરી થાય તો બાધા પૂરી કરીને તેને છોડો અને બાધા પૂરી ન થઇ તો ક્રોધથી તેને છોડો.

આ દુનિયામાં ભગવાનનો નિત્ય આશ્રય રાખવામાં કોને રસ છે ?એમ પણ એને ભક્ત ક્યાં ઓછા છે. મિત્રો આજકાલ આપણે આવી જ ભક્તિ કરીએ છીએ. આ તો રૂ.1100 આપી આટલું માગવું આનો મતલબ You have some business deal with the God. નહીં તો તમે આવું ન કરો. બધા રણછોડજીથી માંગે છે પણ કોઇ રણછોડજીને નથી માંગતું અને જેને માત્ર રણછોડજી જ જોઇએ છે તેને બીજું ક્યાં કંઇ જોઇએ છે

ભગવાન પાસે ભગવાન જ માંગો 

તમે એમ કહો છો કે પ્રભુ અંતર્યામી છે તો તેની સામે માંગવાની ક્યાં જરૂર છે. અત્યારના સમયમાં કોઇ વ્યક્તિને ભગવાન માટે સમય આપવો નથી અને ભગવાન આપણી માટે સમય આપે એવું ઇચ્છે છે.

નરસિંહ મહેતાએ તેની માટે સમય આપ્યો. પછી ભગવાને તેના માટે સમય આપ્યો છે. નરસિંહનાં કામ કરવા ભગવાને 52 વખત આપ ડાઉન કર્યું. એકપણ વાર એ નરસિંહને રૂબરૂ મળ્યા નથી. મહેતાજી નિર્ધન હતા.ભગવાને એમનાં બધાં કામ હૂંડી સ્વીકારવાના અને એમનાં વ્યાવહારિક કામો જ શામળિયો બની કાઢી આપ્યાં. નરસિંહે એના કરતાં એક જ વારમાં ધનદોલત માગી લીધી હોત તો? કોઈ સાંસારિક કે વ્યવહારમાં મુશ્કેલી આવત?? પણ ના? નરસિંહને તો ભગવાન જોઈતા હતા.   

જો માળા કરવા રહીશું તો ભોગ ક્યારે ભોગવશું ? આવા વિચારવાવાળા જ બાધાઓ રાખે છે. પણ ભગવાનની ભક્તિ નથી કરતા. ભગવાનને તમે સ્વજનની જેમ પ્રેમ કરો તે જ તેની ભક્તિ છે.

એક મહિનો ભગવાન પાસે કાંઇ જ ન માંગો અથવા બીજા માટે માંગો. એવા માટે કે જે તમારા લોહીના સંબંધમાં નથી અને જોવો કે ઠાકોરજી તમને શું આપે છે ? એકવાત યાદ રાખજો કે તમે તમારી ઇચ્છા પ્રમાણે જીવવા માંગશો તો તે તેની ઇચ્છા પ્રમાણે જીવાડશે, ને જો તમે તેની ઇચ્છા પ્રમાણે જીવવા તૈયાર છો તો તે તમને તમારી ઇચ્છા પ્રમાણે જીવાડશે.

नाम संकीर्तन यस्य सर्व पाप प्रनाशनम् | प्रणामो दुःख शमनः तं नमामि हरिं परम् || (ભાગવત 12.13.23 શ્લોક)

ભગવાન કે આધ્યાત્મિકતા પાસેથી અપેક્ષા માત્ર સમૃદ્ધિ, શક્તિ અને સામર્થ્યની જ હોય છે.

ધ્યેય VS સાધન: ગેરસમજણનું મૂળ

આજના યુગમાં સમૃદ્ધિ અને શક્તિને જીવનનું અંતિમ ધ્યેય (સાધ્ય) કહીને રજૂ કરવામાં આવે છે, જ્યારે તે માત્ર સાધન (Means) છે. આ જ ગેરસમજણ સઘળા અનર્થોનું મૂળ છે.

આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે'હાઇરાર્કી ઓફ કર્મ પ્રાયોરિટીઝ' ' ‘Hierarchy of Karma Priorities' નો વિચાર પ્રગટ થયો, જે મુજબ મનુષ્યના સમય, શક્તિ અને ધન વાપરવાની અગ્રતાઓનો નિશ્ચિત ક્રમ છે:

ક્રમઅગ્રતાસ્વરૂપ
, , સુરક્ષા, સ્વાસ્થ્ય, સુવિધાઆધિભૌતિક (પ્રાથમિક જરૂરિયાત)
, , શિક્ષા, બૌદ્ધિક વિકાસ, સામાજિક વિકાસઆધિદૈવિક (જાગૃતિ અને સંસાર વ્યવહાર)
વૈભવ (વિલાસ, નિવૃત્તિ, અધ્યાત્મ)આધ્યાત્મિક (અંતિમ તૃપ્તિ)

આ હાઇરાર્કી સ્પષ્ટ કરે છે કે પ્રથમ છ સોપાનો (જરૂરિયાતો) પૂરી થયા પછી જ માણસને વૈભવ માણવાનો અને અંતે નિજતાની શોધ (આધ્યાત્મ) માટે સમય આપવાનો અધિકાર મળે છે.

કોર્પોરેટ્સનો ખેલ અને અનંત સ્પર્ધા

મુશ્કેલી એ છે કે આધુનિક મનુષ્ય પાસે પૂરતી સુરક્ષા અને સુવિધા હોવા છતાં, તે 'અસુરક્ષાની ભાવના' માંથી બહાર આવી શકતો નથી. પોતાના સંતાનો અને તેના વંશજોની સુરક્ષા માટે તે નીતિ-અનીતિની ચિંતા કર્યા વિના વધુને વધુ ધન ભેગું કરતો રહે છે.

સ્વાર્થી વ્યાપારી વૃત્તિના લોકો માટે આ સ્થિતિ મોટો અવસર બની જાય છે. તેમનો ધ્યેય એ જ હોય છે કે લોકો સતત દોડતા રહે, તેમના 'ગ્રાહક' ક્યારેય ન મટે. સુરક્ષિત, સંતુષ્ટ અને શાંત મનુષ્ય તેમનો ગ્રાહક રહેતો નથી. એટલે જ સમાજમાં 'કાંઈક કરીને દેખાડવાનું''To show off by doing something'  માહાત્મ્ય સતત વધારવામાં આવે છે.

આ દોટમાં માણસ ભૂલી જાય છે કે: કોઈપણ આનંદનું આયુષ્ય બે કલાકથી વધારે નથી. વિષયભોગ કે અહંકારનું પોષણ ક્યારેય સ્થાયી તૃપ્તિ આપી શકતું નથી.

ફિલ્મ ‘લાલો’નો સંદેશ: હસતાં રમતાં જીવવું એ જ સુખ

તો સાચું સુખ શેમાં છે?

સાચું સુખ નિર્ભયતા, સ્વાસ્થ્ય, અને પરિવાર સાથે સંતોષપૂર્વક, પોતાની ભૂમિકાને ન્યાય આપતાં, હસતાં રમતાં જીવવામાં છે. કબીર સાહેબે ગાયું છે: "સાંઈ ઇતના દીજિયે જા મેં કુટુમ્બ સમાય..."

આ સંદર્ભમાં, મને 'લાલો' ફિલ્મનો સંદેશ સૌથી વધુ સ્પર્શી ગયો:

ભગવાન જેવા ભગવાન જેના જીવનમાં સાક્ષાત આવી ગયા હોય તે લાલો કોઈ ચમત્કારથી ધનસમૃદ્ધ નથી થઇ જતો, પણ એના રિક્ષા ચલાવવાના ધંધે જ પાછો લાગી જાય છે, અને એનો હસતો રમતો પરિવાર એની સાથે છે.

સમૃદ્ધિ માત્ર સાધન છે. એને સાધ્ય સમજવાની ભૂલ કરી તો પશ્ચિમી સમાજોની ભયાનક સ્થિતિ જોઈ લો. સાચો હેતુ એ છે કે જીવન જીવવાનો સંઘર્ષ પૂરો થાય, અને વધેલો સમય નિશ્ચિંત જીવીને નિજતાની શોધ (આધ્યાત્મ) માં વાપરી શકાય.

એટ્લે જ હઁસિબા ખેલિબા ધરિબા ધ્યાનમ્। (હસતાં, રમતાં અને ધ્યાન ધરતાં જીવન જીવવું.)

આ પણ વાંચો પ્રમુખસ્વામી મહારાજના પ્રેમમાં ડૂબ્યા 50 હજાર ભક્તો : 75 વર્ષની સેવાયાત્રાને ભાવુક અંજલી

Tags :
Akinchanfilm 'Laalo'The subtle message of the movie 'Laalo'
Next Article