Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Akshaya Tritiya 2026 : સોનું ખરીદવાની ઉત્તમ તિથિ માટે વાટ જોવી પડશે

Akshaya Tritiya 2026 ને લઇને સૌ કોઇમાં ઉત્સુકતા જોવા મળી રહી છે, એવું મનાય છે કે, તે દિવસે સોનું ખરીદવાથી આખા વર્ષ દરમિયાન ધનની દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે. અક્ષય તૃતીયાને અત્યંત શુભ સમય માનવામાં આવે છે, એટલો શુભ સમય છે ,કે કોઈપણ નવું કાર્ય શરૂ કરવું હોય, અથવા કોઈ પ્રોજેક્ટમાં પૈસા રોકાણ કરવું આ દિવસે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.
akshaya tritiya 2026   સોનું ખરીદવાની ઉત્તમ તિથિ માટે વાટ જોવી પડશે
Advertisement
  • Akshaya Tritiya 2026 ને લઇને સૌ કોઇમાં ઉત્સુકતા જોવા મળી રહી છે
  • આ દિવસે ભગવાન વિષ્ણું અને માતા લક્ષ્મીજીના પૂજન-અર્ચનનું મહત્વ
  • અક્ષય તૃતિયાના દિવસે લોકો સોનું ખરીદવાનું વધારે પસંદ કરે છે
  • આ દિવસે સોનાની ખરીદી શુભ ફળદાયી માનવામાં આવે છે

Akshaya Tritiya 2026 : હિન્દુ ધર્મમાં, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતિયાને અખાત્રીજ અને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ પવિત્ર દિવસે કરવામાં આવતી કોઈપણ પૂજા, જપ, તપ, ઉપવાસ અથવા શુભ કાર્યનું ફળ ક્યારેય ઘટતું નથી, પરંતુ દિવસેને દિવસે વધતું જાય છે. અક્ષય તૃતીયા પર, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાની સાથે, સોનાની ખરીદી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો -------- Bangles Vastu Upay : બંગડીઓ પહેરતી વખતે ભૂલથી પણ ન કરો આ કામ, નહીંતર

Advertisement

Akshaya Tritiya 2026, આ દિવસે નવું કરવું ફાયદાકારક

હિન્દુ માન્યતા અનુસાર, સોનું ભગવાન સૂર્ય નારાયણ અને દેવતાઓના ગુરુ, ગુરુ ગ્રહની સકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલું છે, અને તે સુખ અને સૌભાગ્ય લાવે છે. એવું પણ માનવામાં આવે છે કે, આ દિવસે બજારમાંથી સોનું ખરીદવાથી આખા વર્ષ દરમિયાન ધનની દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે. સનાતન પરંપરામાં, અક્ષય તૃતીયાને અત્યંત શુભ સમય માનવામાં આવે છે, એટલો શુભ સમય છે ,કે કોઈપણ નવું કાર્ય શરૂ કરવું હોય, અથવા કોઈ પ્રોજેક્ટમાં પૈસા રોકાણ કરવું આ દિવસે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.

Akshaya Tritiya 2026, જાણી લો તારીખ અને સમય

અક્ષય તૃતીયા પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય રવિવાર, 19 એપ્રિલ, 2026 ના રોજ સવારે 10-49 થી બપોરે 12-20 વાગ્યા સુધીનો રહેશે.

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનો શુભ સમય

  • સોનું ખરીદવાનો શુભ સમય: 19 એપ્રિલ, 2026 ના રોજ સવારે 10-49 થી 20 એપ્રિલ, 2026 ના રોજ સવારે 5-51 વાગ્યા સુધીનો રહેશે
  • જો તમે 20 એપ્રિલ, 2026 ના રોજ સવારે સોનું ખરીદવા માંગતા હોવ, તો સૌથી શુભ સમય સવારે 5-51 થી 7-27 વાગ્યા સુધીનો રહેશે.

ડિસ્કલેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે ગુજરાત ફર્સ્ટ જવાબદાર નથી.

આ પણ વાંચો ------ Mobile Numerology: તમારો મોબાઈલ નંબર ખોલશે અનેક રહસ્યો, જાણો સંપૂર્ણ ગણિત

Tags :
Advertisement

.

×