ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Akshaya Tritiya 2025 : આવતીકાલે શ્રી યંત્રની સમયસર અને પદ્ધતિસર પૂજા કરવાથી મા લક્ષ્મીની થશે વિશેષ કૃપા

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા (Akshaya Tritiya) નો દિવસ ખૂબ જ શુભ માનવામાં છે. મા લક્ષ્મી (Maa Lakshmi) ને પ્રસન્ન કરવા માટે આજનો દિવસે શ્રી યંત્ર (Shri Yantra) ની પૂજા કરવી શ્રેષ્ઠ છે. જો કે અક્ષત તૃતીયા પર શ્રી યંત્ર (Shri Yantra) ની સમયસર અને પદ્ધતિસર પૂજા કરવી બહુ અનિવાર્ય છે. વાંચો વિગતવાર.
03:47 PM Apr 29, 2025 IST | Hardik Prajapati
હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા (Akshaya Tritiya) નો દિવસ ખૂબ જ શુભ માનવામાં છે. મા લક્ષ્મી (Maa Lakshmi) ને પ્રસન્ન કરવા માટે આજનો દિવસે શ્રી યંત્ર (Shri Yantra) ની પૂજા કરવી શ્રેષ્ઠ છે. જો કે અક્ષત તૃતીયા પર શ્રી યંત્ર (Shri Yantra) ની સમયસર અને પદ્ધતિસર પૂજા કરવી બહુ અનિવાર્ય છે. વાંચો વિગતવાર.
Akshaya Tritiya 2025 Gujarat First

Akshaya Tritiya 2025 : હિન્દુ ધર્મમાં Akshaya Tritiya નું અનેરુ મહત્વ છે. આ દિવસને બહુ શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ કાર્યનો શુભારંભ કરો તો સફળ જ રહે છે તેવી માન્યાતા પ્રચલિત છે. આજના દિવસે ખેડૂતો પણ ખેતરની પૂજા કરે છે અને આખુ વર્ષ સારો પાક થાય તેવી કામના કરે છે. Akshaya Tritiya મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે જો તમે Shri Yantra ની પૂજા સમયસર અને પદ્ધતિસર કરી તો Maa Lakshmi ની અપાર કૃપા તમારા પર વરસે છે.

શ્રી યંત્ર

Akshaya Tritiya ના દિવસે સામાન્ય રીતે સોનુ ખરીદવાનો, દાન કરવાનો અને Maa Lakshmi ને ઘરે લાવીને પૂજા કરવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે. માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આજના દિવસે Shri Yantra ની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. Maa Lakshmi ની પૂજા સમયસર અને પદ્ધતિસર થવી બહુ અનિવાર્ય છે. જે ઘરમાં Maa Lakshmi ની નિયમિત પૂજા થતી હોય તે ઘર પર માતા લક્ષ્મીની કૃપા સતત વરસતી રહે છે.

Akshaya Tritiya પર શ્રી યંત્રની સ્થાપના

Akshaya Tritiya દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે શ્રી યંત્ર ઘરે લાવીને તેની સ્થાપના અને પૂજા યોગ્ય રીતે કરો છો, તો વ્યક્તિ જીવનના આર્થિક ઉપરાંત અનેક દુ:ખોમાંથી મુક્તિ મેળવી શકે છે. નિયમોનું પાલન કરીને Shri Yantra ને ઘરમાં રાખવાથી તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવી શકે છે. દરરોજ ફક્ત Shri Yantra ના દર્શન કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા આવવાનું શરૂ થઈ જાય છે. શ્રી યંત્રને દેવી લક્ષ્મી અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. Shri Yantra ને ઘરમાં લાવ્યા બાદ ઘરના મંદિર અથવા તીજોરીમાં તેમ તેને રાખી શકો છો. ખાસ ધ્યાન રાખો કે શ્રી યંત્રને જે સ્થળે રાખો તે સ્થળ અત્યંત સ્વચ્છ હોવું જોઈએ. અસ્વચ્છ સ્થળે શ્રી યંત્રને રાખવાથી લક્ષ્મીજી રુઠે છે.

આ પણ વાંચોઃ  Sarvarth Siddhi Yoga 2025 : આજે રચાયો છે સર્વાર્થ સિદ્ધિ યોગ, હનુમાનજીની વિશેષ કૃપા રહેશે આ 5 રાશિના જાતકો પર

શ્રી યંત્રની પદ્ધતિસરની પૂજા

Akshaya Tritiya પર Shri Yantra ખરીદીને ઘરમાં સ્થાપના કર્યા બાદ તેની ખાસ પૂજા વિધિ કરવી જોઈએ. જેમાં શ્રી યંત્રને કાચા દૂધથી ધોયા ગંગાજળની મદદથી સારી રીતે સાફ કરો. હવે મંદિર કે તિજોરી પાસે શ્રી યંત્ર સ્થાપિત કરતી વખતે વૈભવ લક્ષ્મી (Vaibhav Lakshmi) ના મંત્ર 'ઓમ શ્રીં હ્રીં ક્લીં શ્રીં સિદ્ધ લક્ષ્મયે નમઃ'નો જાપ કરો. હવે શ્રીયંત્રની સામે દીવો પ્રગટાવો અને ત્યાં ચોખા અને ફૂલો અર્પણ કરો. આ રીતે તમે ઘરના કોઈ પવિત્ર સ્થાન પર શ્રી યંત્ર સ્થાપિત કરી શકો છો. જો તમે તેને મંદિરમાં રાખો છો, તો દરરોજ દેવી લક્ષ્મી સાથે Shri Yantra ની પૂજા કરો. આમ કરવાથી, વ્યક્તિ ધનની દેવી મા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકે છે.

આ પણ વાંચોઃ Rashifal 29 April 2025 : આ રાશિના જાતકોને આજે નાણાકીય વ્યવહારોમાં થઇ શકે છે ફાયદો

Tags :
Akshaya Tritiya 2025Akshaya Tritiya ritualsBenefits of Shri YantraGUJARAT FIRST NEWSLAKSHMI POOJAMaa LakshmiShri YantraShri Yantra installationVaibhav Lakshmi mantra Gujarat First
Next Article