Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amarnath Yatra 2026 : શ્રદ્ધાળુઓ માટે સુરક્ષાનું અભેદ્ય કવચ, જાણો શું છે વ્યવસ્થા

અમરનાથ યાત્રા 2026 માટે સુરક્ષાનો અભેદ્ય પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 3 જુલાઈથી શરૂ થતી આ યાત્રામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જમ્મુ-કાશ્મીરમાં રેકોર્ડ 670 સુરક્ષા કંપનીઓ તૈનાત કરવામાં આવશે. લખનપુરથી પવિત્ર ગુફા સુધી 'થ્રી-ટિયર' સુરક્ષા કવચ અને આધુનિક ડ્રોન-સીસીટીવી ટેકનોલોજી દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. અત્યાર સુધી 3.5 લાખથી વધુ ભક્તોએ પંજીકરણ કરાવ્યું છે, જે સુરક્ષિત અને નિર્ભય યાત્રા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
amarnath yatra 2026   શ્રદ્ધાળુઓ માટે સુરક્ષાનું અભેદ્ય કવચ  જાણો શું છે વ્યવસ્થા
Advertisement

Amarnath Yatra 2026 : સનાતન ધર્મના શ્રદ્ધાળુઓ માટે અત્યંત પવિત્ર ગણાતી અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. વર્ષ 2026માં 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલનારી આ યાત્રા માટે દેશભરમાંથી લાખો ભક્તો ઉત્સાહિત છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા એ સરકાર અને સુરક્ષા એજન્સીઓ (Security Agencies) માટે હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે, જેના ભાગરૂપે આ વખતે સુરક્ષાનો અભૂતપૂર્વ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

Amarnath Yatra 2026 : સુરક્ષાનો 'થ્રી-ટિયર' પ્લાન

ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, આ વખતે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોની રેકોર્ડ 670 જેટલી કંપનીઓ (Security Companies) તૈનાત કરવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થા લખનપુરથી લઈને પવિત્ર ગુફા અને પહેલગામ (Pahalgam) સુધીના સમગ્ર માર્ગ પર ફેલાયેલી હશે. આ વિસ્તારમાં સુરક્ષાનું 'થ્રી-ટિયર' સુરક્ષા કવચ (Three-Tier Security) તૈયાર કરવામાં આવશે, જેમાં સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ (Jammu and Kashmir Police) સંયુક્ત રીતે તૈનાત રહેશે.

Advertisement

ટેકનોલોજી અને સતર્કતા

માત્ર જવાનો જ નહીં, પરંતુ સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. શ્રીનગર નેશનલ હાઈવે (Srinagar National Highway) થી લઈને તમામ રૂટ પર ડ્રોન સર્વેલન્સ (Drone Surveillance), બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને અત્યાધુનિક સીસીટીવી કેમેરા (CCTV Cameras) દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. 25 જૂન, 2026 સુધીમાં તમામ સુરક્ષા ટુકડીઓ પોતપોતાના નિર્ધારિત સ્થળોએ મોરચો સંભાળી લેશે.

Advertisement

3.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યુ રજીસ્ટ્રેશન

અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન (Online Registration) કરાવી ચૂક્યા છે, અને આ આંકડો હજુ વધવાની શક્યતા છે. બાબા બર્ફાનીના ભક્તો નિર્ભય બનીને દર્શન કરી શકે તે માટે સરકાર કોઈ કચાશ રાખવા માંગતી નથી.

આ પણ વાંચો : Virat Kohli News : IPL ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલી પહોંચ્યા વૃંદાવન: પ્રેમાનંદ મહારાજ પાસેથી લીધા આશીર્વાદ!

Tags :
Advertisement

.

×