ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ambaji: 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સફાઇની વિશષ વ્યવસ્થા, 550 સફાઈ કર્મીઓ 24 કલાક રહેશે કાર્યરત

Ambaji: અંબાજીના ગબ્બર ખાતે ચાલી રહેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમા સફાઈ વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
07:18 PM Feb 10, 2025 IST | VIMAL PRAJAPATI
Ambaji: અંબાજીના ગબ્બર ખાતે ચાલી રહેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમા સફાઈ વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
Ambaji
  1. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વિશેષ સફાઈ અભિયાન
  2. કુલ 550થી વધુ કર્મચારીઓ 24 કલાક સફાઈ કામગીરીમાં જોડાયા
  3. મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા

Ambaji: અંબાજીના ગબ્બર ખાતે ચાલી રહેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમા સફાઈ વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ભક્તોની અવર-જવરને ધ્યાનમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વિશેષ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. યાત્રાધામ વિકાસ બોર્ડના 300 અને એજન્સીના 250 સફાઈ કર્મચારીઓ સહિત કુલ 550થી વધુ કર્મચારીઓ 24 કલાક સફાઈ કામગીરીમાં જોડાયા છે. નાયબ ડીડીઓ અને ટીડીઓની અલગ-અલગ ટીમો દ્વારા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: સ્ટેશન, ટ્રેન, રસ્તાઓ પર ક્યાંય જગ્યા નથી... પ્રયાગરાજથી 500 કિમી દૂર સુધી ટ્રાફિક જામ

અહીં કોઈને પણ અવ્યવસ્થાનો સામનો નહીં કરવો પડે!

અંબાજી નગરથી માંડીને 51 શક્તિપીઠ સર્કલ અને ગબ્બર સુધીના સમગ્ર પરિક્રમા માર્ગ પર સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. વેસ્ટર્ન ઈમેજીનરી ટ્રાન્સકોન પ્રા.લી. કંપની દ્વારા અંબાજી ખાતે સફાઈ અભિયાનની મુખ્ય કામગીરી સંભાળવામાં આવી રહી છે. મહિલા અને પુરુષ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મહાશિવરાત્રી પર બનશે દુર્લભ યોગ, આ 3 રાશિઓના જાતકનું ભાગ્ય બદલાશે, લાભ જ લાભ!

ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી

નોંધનીય છે કે, 9થી 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ પરિક્રમા મહોત્સવમાં મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેમાં સફાઈ વ્યવસ્થા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વેસ્ટર્ન ઈમેજીનરી ટ્રાન્સકોન લિમિટેડ કંપનીના મેનેજર સુપરવાઈઝર પણ સતત 24 કલાક સફાઈ વ્યવસ્થા પર ધ્યાન આપી રહ્યા છે, અને બીજી તરફ વહીવટી તંત્ર પણ સફાઈ વ્યવસ્થાનું મોનિટરિંગ કરી રહી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
51st Shaktipeeth Parikrama Festival550 cleaning staffAmbajiGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsShaktipeeth Parikrama Festivalspecial cleaning arrangements
Next Article