પ્રદોષના દિવસે શિવલિંગ પર અભિષેક કરો આ વસ્તુઓનો...પછી જૂઓ ચમત્કાર
- દર મહિનાના શુક્લ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત કરાય છે
- આ વખતે પ્રદોષ વ્રત 27 માર્ચ, ગુરુવારના રોજ ઉજવવામાં આવશે
- પ્રદોષ વ્રતનો મહત્વનો લાભ એ છે કે કુંડળીમાંથી સર્પ દોષનો પ્રભાવ દૂર થઈ જાય છે
Ahmedabad: ભોલેનાથને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત કરવાનું પ્રચલિત છે. કોઈના જીવનમાં વારંવાર સમસ્યાઓ આવતી હોય, લગ્નના યોગમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હોય, તો ભગવાન શિવના આશીર્વાદ માટે પ્રદોષના દિવસે ખાસ પૂજા અર્ચના અને શિવલિંગ પર કેટલીક ચોક્કસ વસ્તુઓના અભિષેકથી ચોકકસ લાભ મળે છે.
પ્રદોષના દિવસે શિવલિંગ પર કોનો કરવો અભિષેક?
હિન્દુ વૈદિક કેલેન્ડર મુજબ દર મહિનાના શુક્લ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. ઉદય તિથિ અનુસાર, આ વખતે પ્રદોષ વ્રત 27 માર્ચ, ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. પ્રદોષ વ્રતના દિવસે, વિધિ મુજબ ભગવાન શિવની પૂજા કરો અને શિવલિંગ પર ઘી, મધ, દૂધ, દહીં અને ગંગાજળ અર્પણ કરો. આ અભિષેકને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ વસ્તુઓના અભિષેક કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને લોકોના મનોરથો પૂર્ણ કરે છે.
આ પણ વાંચોઃ Rashifal 23 March 2025 : આ રાશિઓને દ્વિદ્વાશ યોગ જબરદસ્ત લાભ આપશે, જાણો કેવો રહેશે આજનો દિવસ
લગ્ન સંયોગમાં અવરોધને દૂર કરવા શું કરવું?
પ્રદોષ વ્રતના દિવસે, તાંબાના વાસણમાં પાણી લો અને તેમાં બિલ્વપત્ર, થોડાક ચણા અને ગોળનો ટુકડો મૂકીને શિવલિંગને અર્પણ કરો. આનાથી લગ્નની શક્યતાઓ વધે છે. આ સાથે વ્યક્તિને ઈચ્છિત જીવનસાથી પણ મળે છે.
ગુરુ પ્રદોષ વ્રતનું મહત્વ
ધાર્મિક માન્યતા અનુસાર, ગુરુ પ્રદોષ વ્રત પર ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. વ્યક્તિને તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મળે છે. લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ વ્રત રાખવાથી લગ્નની શક્યતાઓ પ્રબળ બને છે. વ્યક્તિના જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિ વધે છે. તેમજ સૌથી મહત્વનો લાભ એ છે કે કુંડળીમાંથી સર્પ દોષનો પ્રભાવ દૂર થઈ જાય છે.
આ પણ વાંચોઃ ખાસ રંગના રક્ષાસૂત્ર(દોરા) પહેરવાથી શાંત થાય છે વિવિધ ગ્રહોની અવદશા