Apara Ekadashi 2025 : ભગવાન શ્રી કૃષ્ણ એ યુધિષ્ઠિરને આ એકાદશીના મર્મ, મહત્વ અને માહાત્મ્ય વિશે જણાવ્યું હતું
- જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસને Apara Ekadashi તરીકે ઉજવાય છે
- વર્ષ 2025માં અપરા એકાદશી શુક્રવાર, 23 મેના રોજ બપોરે 1:12 કલાકે શરૂ થશે
- અપરા એકાદશીના દિવસે ગુપ્ત રીતે દાન કરવું વધુ ફળદાયી માનવામાં આવે છે
Apara Ekadashi 2025 : હિન્દુ વૈદિક પંચાગ અનુસાર અપરા એકાદશી અથવા અચલા એકાદશી જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસની તિથિએ ઉજવવામાં આવે છે. આ પવિત્ર અગિયારસ પર કરાતી પૂજા અને દાનનું વિશેષ મહત્વ છે. અપરા એકાદશી અથવા અચલા એકાદશીનું મહત્વ અને માહાત્મ્ય યુધિષ્ઠિરને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યું હતું. તેથી આ અપરા એકાદશી અથવા અચલા એકાદશીનું માહાત્મ્ય અનેકગણું વધી જાય છે.
નામ પ્રમાણે મહત્વ
અપરા એકાદશી તેના નામ પ્રમાણે જ મહત્વ ધરાવે છે. અપરાનો અર્થ અતિશય અથવા અમર્યાદિત થાય છે. આ એકાદશીએ કરવામાં આવતા ઉપવાસ, પૂજા અને દાનનું પણ અમર્યાદિત ફળ મળે છે. આ વ્રત રાખવાથી વ્યક્તિને અપાર પૂણ્ય મળે છે. અપરા એકાદશીના રોજ દાન કરવાથી વ્યક્તિને વિવિધ પ્રકારના યજ્ઞો, દાન અને પવિત્ર સ્થળોની મુલાકાત જેટલું પુણ્ય મળે છે. આ વ્રત રાખવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આ વ્રતના પુણ્યથી પૂર્વજોને પણ શાંતિ મળે છે. આટલું જ નહિ પરંતુ અપરા એકાદશીથી મોટા પાપોમાંથી મુક્તિ પણ મળે છે. અપરા એકાદશીનું વ્રત રાખવાથી બ્રહ્મહત્યા, ગૌહત્યા અને વ્યભિચાર જેવા ગંભીર પાપોમાંથી મુક્તિ મળે છે.
ક્યારે છે અપરા એકાદશી ?
હિન્દુ વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ શુક્રવાર, 23 મેના રોજ બપોરે 1:12 કલાકે શરૂ થશે અને 23 મેના રોજ રાત્રે 10:00 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર અપરા એકાદશીનો વ્રત ફક્ત 23 મેના રોજ જ ગણવામાં આવશે અને 24 મેના રોજ સૂર્યોદય પછી ઉપવાસ છોડવામાં આવશે. અપરા એકાદશી અથવા અચલા એકાદશીનું મહત્વ અને માહાત્મ્ય યુધિષ્ઠિરને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યું હતું. જેમાં ઉપવાસ અને દાનનો અપાર મહિમા વર્ણવ્યો હતો. દાનમાં પણ ગુપ્તદાનનું ફળ અનેકગણું મળે છે.
આ પણ વાંચોઃ Rashifal 23 May 2025 : આ રાશિના જાતકોની વ્યવસાયિક સ્થિતિ આજે રહેશે મજબૂત
કઈ વસ્તુઓનું કરશો દાન ?
જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ અચલા એકાદશી ઉજવવામાં આવે છે. આ દિવસે અનાજ, કપડા, ધન, પાણી, ફળ, ગોળ, ઘી જેવી વસ્તુઓના દાનનું વિશેષ મહત્વ રહેલું છે. અપરા એકાદશીના દિવસે હંમેશા શ્રદ્ધા અને ભક્તિથી દાન કરવું જોઈએ. ગુપ્ત રીતે દાન કરવું વધુ ફળદાયી માનવામાં આવે છે. જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું શ્રેષ્ઠ છે. અપરા એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન કરીને તમે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો.
આ પણ વાંચોઃ Cow Worship: હિન્દુ ધર્મમાં ગાયની પૂજા અને ભોજન કરાવવું શા માટે પૂણ્યશાળી ગણાય છે ?