Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ashta Bhairav Rahasya :શંભુના રુદ્રાવતાર ‘અષ્ટ ભૈરવ’નું અકળ રહસ્ય

શનિ, રાહુ અને કેતુના દોષમાંથી મુક્તિ અપાવતી અષ્ટ ભૈરવ ઉપાસના. જાણો ભૈરવના 8 શક્તિશાળી સ્વરૂપો અને ગૃહસ્થ જીવનમાં બટુક ભૈરવ પૂજાનું અદ્ભુત મહત્વ
ashta bhairav rahasya  શંભુના રુદ્રાવતાર ‘અષ્ટ ભૈરવ’નું અકળ રહસ્ય
Advertisement

Ashta Bhairav Rahasya : શનિ, રાહુ અને કેતુના દોષમાંથી મુક્તિ અપાવતી અષ્ટ ભૈરવ ઉપાસના. જાણો ભૈરવના 8 શક્તિશાળી સ્વરૂપો અને ગૃહસ્થ જીવનમાં બટુક ભૈરવ પૂજાનું અદ્ભુત મહત્વ. મહાદેવ શંભુ એ જ અતિરૂદ્ર ; કલ્યાણકારી પણ ખરા અને નાના બાળક જેવુ નિર્દોષ રૂપ પણ ખરું.

प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं ।

Advertisement

अखण्डं अजं भानुकोटिप्रकाशम् ॥

Advertisement

त्रयःशूलनिर्मूलनं शूलपाणिं ।

भजेऽहं भवानीपतिं भावगम्यम् ॥

  • પ્રચણ્ડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં: જેઓ અતિ પ્રચંડ (ઉગ્ર), સર્વશ્રેષ્ઠ, પ્રગલ્ભ (પ્રતિભાશાળી અને પ્રભુત્વશાળી) અને પરમેશ્વર છે.
  • અખણ્ડં અજં ભાનુકોટિપ્રકાશમ્: જેઓ અખંડ છે, અજન્મા છે અને જેમનું તેજ એક-બે નહીં પણ કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન છે.

  • ત્રયઃશૂલનિર્મૂલનં શૂલપાણિં: જેઓ હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે અને માનવજીવનના ત્રણેય તાપ (આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક કષ્ટો) નું મૂળમાંથી નિકંદન કાઢી નાખે છે.

  • ભજેહં ભવાનીપતિં ભાવગમ્યમ્: તેવા પરમ શક્તિશાળી, કેવળ શુદ્ધ ભાવ અને ભક્તિથી પ્રાપ્ત થઈ શકનારા ભવાનીપતિ મહાકાલ રુદ્રને હું ભજું છું, તેમને નમસ્કાર કરું છું.

સનાતન પરંપરામાં પરમ ચેતનાના બે પરસ્પર પૂરક સ્વરૂપો સ્વીકારાયા છે—એક જે અત્યંત સૌમ્ય, કરુણામય અને મંગલકારી છે તે ‘શંભુ’ (શિવ-Lord Shiva), અને બીજા જે સૃષ્ટિના ન્યાય, શિસ્ત અને કાળચક્રના સંચાલન માટે અત્યંત ઉગ્ર અને ભયાનક બને છે તે ‘રુદ્ર’. +

શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ, શિવ અને રુદ્ર અલગ નથી; તેઓ એક જ સિક્કાની બે બાજુ છે. જ્યારે બ્રહ્માંડની નૈતિક વ્યવસ્થા જોખમાય છે, જ્યારે અહંકાર અને નકારાત્મકતા ચરમસીમાએ પહોંચે છે, ત્યારે પરમ કલ્યાણકારી મહાદેવ પોતાના શાંત સ્વરૂપને ત્યજીને મહાઉગ્ર ‘રુદ્ર’ બને છે અને એ જ રુદ્રના પૂર્ણ અંશમાંથી ‘ભૈરવ’નું પ્રાગટ્ય થાય છે.

શિવપુરાણ અને તંત્રશાસ્ત્રના ગ્રંથો સાક્ષી પૂરે છે કે ભૈરવ એ મહાદેવ શંભુના રુદ્રભાવની જ પરાકાષ્ઠા છે. ‘ભૈરવ’ શબ્દમાં રહેલો ‘ભૈ’ ધ્વનિ ભયનો નાશ કરનાર છે, ‘ર’ ધ્વનિ પ્રકાશ ફેલાવનાર છે અને ‘વ’ ધ્વનિ સૃષ્ટિનું પાલન કરનાર છે. આમ, દેખાવે ઉગ્ર હોવા છતાં, ભૈરવનાથ મૂળભૂત રીતે શંભુનું જ રક્ષણાત્મક અને કલ્યાણકારી સ્વરૂપ છે, જે બ્રહ્માંડના ચોકીદાર તરીકે અનંત અવકાશનું નિયમન કરે છે.

Ashta Bhairav Rahasya : તંત્ર અને દર્શનનો સમન્વય: બ્રહ્માંડના દિકપાલ ‘અષ્ટ ભૈરવ’

બ્રહ્માંડની ઉત્પત્તિ જેટલી વિસ્મયકારક છે, તેટલી જ તેની વ્યવસ્થા રસપ્રદ છે. સનાતન સંસ્કૃતિમાં સૃષ્ટિના સંતુલનને જાળવી રાખવા માટે ‘રક્ષકો’ની કલ્પના કરવામાં આવી છે. જેમ કોઈ મહાનગરની સુરક્ષા માટે કોટવાલ કે રક્ષકો તૈનાત હોય છે, તેમ અનંત અવકાશ (Space) અને દિશાઓના રક્ષણ માટે ભગવાન શિવે પોતાના અંશમાંથી આઠ શક્તિશાળી સ્વરૂપો પ્રગટ કર્યા, જેમને આપણે ‘અષ્ટ ભૈરવ’ તરીકે પૂજીએ છીએ.

આપણે ત્યાં ઉજ્જૈનમાં ભગવાન મહાકાલના દ્વારપાલ તરીકે બિરાજતા ભૈરવનાથ અને કાશીના નગર નિયંતક એટલે કે ‘કાશીના કોટવાલ’ તરીકે પૂજાતા ભૈરવ દાદાના મંદિરો વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. અષ્ટ ભૈરવ માત્ર ઉર્જાના પુંજ નથી, પણ બ્રહ્માંડની આઠ દિશાઓના ચોકીદાર છે, જે ભક્તો પર અસીમ કૃપા વરસાવે છે.

Ashta Bhairav Rahasya : સ્વરૂપ, દિશા અને આધ્યાત્મિક પ્રભાવ

ભૈરવના પ્રત્યેક સ્વરૂપનો એક વિશિષ્ટ સ્વભાવ, રંગ, વાહન અને બ્રહ્માંડિય ભૂમિકા છે. તેમની સાધના લૌકિક સુખો માટે નહીં, પરંતુ આંતરિક શક્તિ, આત્મબળ અને આધ્યાત્મિક પરિવર્તન માટે થાય છે.

ક્રમભૈરવ સ્વરૂપરક્ષિત દિશાવાહનસ્વરૂપ અને રંગઉપાસનાનું ફળ / મહત્ત્વ
અસિતંગ ભૈરવપૂર્વહંસશુભ્ર વસ્ત્રધારી, સૌમ્ય રૂપબુદ્ધિ, સર્જનાત્મકતા અને આધ્યાત્મિક સમજને તીક્ષ્ણ બનાવે છે.
રુરુ ભૈરવદક્ષિણ-પૂર્વ (અગ્નિ)બળદઆછો વાદળી રંગજ્ઞાન, સ્થિર સંપત્તિ અને સ્પષ્ટ વિચારસરણી પ્રદાન કરે છે.
ચંડ ભૈરવદક્ષિણમોરઅત્યંત તેજસ્વીઆંતરિક શક્તિ વધારે છે અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ કરે છે.
ક્રોધ ભૈરવદક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય)ગરુડશ્યામ સ્વરૂપભય, વિલંબ અને જીવનના મોટા પડકારોનો નાશ કરે છે.
ઉન્મત્ત ભૈરવપશ્ચિમઘોડોદૈવી ઉન્માદ યુક્તઅહંકાર, ખરાબ ટેવો અને ભાવનાત્મક અસંતુલનને દૂર કરે છે.
કપાલ ભૈરવવાયવ્યહાથીપીળો પોશાકઅચાનક આવતી આફતો સામે રક્ષણ આપી ઇચ્છિત પરિણામ અપાવે છે.
ભીષણ ભૈરવઉત્તરસિંહઉગ્ર, લાલ રંગઅદૃશ્ય નકારાત્મક શક્તિઓ અને આકસ્મિક ભયથી મુક્તિ આપે છે.
સંહાર ભૈરવઉત્તર-પૂર્વ (ઈશાન)કૂતરોવીજળી સમાન તેજસ્વીગહન આધ્યાત્મિક પરિવર્તન અને જૂનાં કર્મોનું દહન કરે છે.

64 ભૈરવ અને ગૃહસ્થ ધર્મની મર્યાદા

ભૈરવ તંત્ર અનુસાર, આ આઠ મુખ્ય ભૈરવોમાંથી અન્ય આઠ-આઠ સ્વરૂપો પ્રગટે છે, જે મળીને તંત્ર સાધનાના કુલ 64 ભૈરવ સ્વરૂપો બને છે. ઉગ્ર અને તામસ ઉર્જા ધરાવતા હોવાથી સામાન્ય રીતે ગૃહસ્થો ઘરમાં ભૈરવની સ્થાપના કરતા નથી.

ગૃહસ્થ જીવન જીવતા લોકો માટે ભૈરવનાથના બે અતિ સૌમ્ય અને કલ્યાણકારી સ્વરૂપોની પૂજા વિહિત માનવામાં આવી છે:

  1. બાલ ભૈરવ: 6 થી 7 વર્ષના અત્યંત નિર્દોષ બાળકના સ્વરૂપમાં તેમની પૂજા થાય છે.

  2. બટુક ભૈરવ: 15 થી 16 વર્ષના તેજસ્વી કિશોરના સ્વરૂપમાં તેઓ ભક્તોનું કલ્યાણ કરે છે.

મહાકાલ ભૈરવ મંત્ર: તંત્ર શાસ્ત્ર અનુસાર દર મંગળવારે અથવા વદ પક્ષની અષ્ટમી (કાલાષ્ટમી)ના દિવસે નીચેના મંત્રનો જાપ કરવાથી જીવનના તમામ કષ્ટો અને વ્યાધિઓ શાંત થાય છે:

ॐ हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नमः।(नमः ને બદલે स्वाहा પણ વપરાય જો મંત્રને ઊગ્ર બનાવવો હોય તો !)

શાસ્ત્રોક્ત પૂજા પદ્ધતિ

ભૈરવનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોમાં સાત્વિક અને સરળ વિધિ દર્શાવવામાં આવી છે:

  • આસન અને દિશા: સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું.

  • પૂજન સામગ્રી: ભૈરવજીની પ્રતિમા સમક્ષ કાળા અથવા લાલ રંગના પુષ્પો, અક્ષત (આખા ચોખા), ધૂપ અને દીપ અર્પણ કરવા.

  • વિશેષ નૈવેદ્ય: કાળા તલ, અડદની દાળ અને શ્રીફળ (નાળિયેર) અર્પણ કરી તેલનો દીવો પ્રગટાવવો.

  • સૌથી સરળ ઉપાય: ભૈરવનાથનું વાહન શ્વાન (કૂતરો) હોવાથી, કૂતરાને લોટની રોટલી કે મીઠાઈ ખવડાવવાથી ભૈરવ દાદા અતિ પ્રસિદ્ધ અને પ્રસન્ન થાય છે.

જ્યોતિષીય દ્રષ્ટિકોણ અને નવગ્રહ પીડામાંથી મુક્તિ

જ્યોતિષશાસ્ત્રમાં ભૈરવ સાધનાને ક્રૂર અને પાપ ગ્રહોની શાંતિ માટે રામબાણ ઈલાજ માનવામાં આવી છે.

  • રાહુ, કેતુ અને શનિ દોષ: જે વ્યક્તિની કુંડળીમાં શનિની સાડાસાતી, પનૌતી કે રાહુ-કેતુના અશુભ ભ્રમણને કારણે પ્રગતિ અટકી ગઈ હોય, તેમણે અષ્ટ ભૈરવની શરણ લેવી જોઈએ.

  • પિતૃદોષ અને કાલસર્પ યોગ: કાલસર્પ દોષ અને પિતૃદોષના કારણે જીવનમાં આવતા આકસ્મિક અવરોધો, માનસિક તણાવ અને આર્થિક નુકસાનમાંથી ભૈરવ ઉપાસના ત્વરિત રાહત આપે છે.

  • વ્યવસાયિક સફળતા: વ્યાપાર, નોકરી કે કરિયરમાં વારંવાર આવતી અદૃશ્ય અડચણોને દૂર કરી આત્મવિશ્વાસ વધારવામાં અષ્ટ ભૈરવ સાધના અજોડ પરિણામ આપે છે.

અષ્ટ ભૈરવ એ વિનાશના નહીં, પરંતુ નકારાત્મકતાના વિસર્જન અને સકારાત્મકતાના સર્જનના દેવ છે. જ્યારે શંભુ પોતે રુદ્ર થઈને કાળનું રક્ષણ કરે છે, ત્યારે તેમની શરણાગતિ સ્વીકારવાથી મનુષ્યના આંતરિક શત્રુઓ (કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર)નો નાશ થાય છે અને જીવનમાં પરમ શાંતિની સ્થાપના થાય છે.

આ પણ વાંચો : Sadhana and Samarpan : સાધના જ્યારે આત્માનું બંધાણ બને!

Tags :
Advertisement

.

×