વડતાલધામમાં અધિકમાસની સમાપ્તિએ કેસર અભિષેક, 3 હજાર કિલોનો છપ્પન ભોગ , માસિક યજ્ઞ પૂર્ણાહુતિ અને બ્રહ્મચોર્યાસી યોજાઈ
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામમાં પવિત્ર અધિક માસની પૂર્ણાહુતિ પ્રસંગે કેસર અભિષેક, અને માસિક શ્રીહરિયાગ પૂર્ણાહુતિ સાથે મંદિરમાં બિરાજતા દેવોને ત્રણ હજાર કિલો વિવિધ વ્યંજન વાનગીઓ સાથેનો છપ્પન ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ધોલેરાધામ શ્રીમદનમોહનજી મહારાજ દ્વીશતાબ્દી મહોત્સવના ઉપ્લક્ષમાં તથા અ. નિ. ઉત્સવપ્રિય સાધુ શ્રી શ્યામ વલ્લભદાસજી સ્વામીની સ્મૃતિમાં દેવોને 3000 કિલોનો વિવિધ વ્યંજન વાનગીઓ સાથેનો છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો હતો.
Advertisement
Vadtaldham : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામમાં પવિત્ર અધિક માસની પૂર્ણાહુતિ પ્રસંગે કેસર અભિષેક, અને માસિક શ્રીહરિયાગ પૂર્ણાહુતિ સાથે મંદિરમાં બિરાજતા દેવોને ત્રણ હજાર કિલો વિવિધ વ્યંજન વાનગીઓ સાથેનો છપ્પન ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ધોલેરાધામ શ્રીમદનમોહનજી મહારાજ દ્વીશતાબ્દી મહોત્સવના ઉપ્લક્ષમાં તથા અ. નિ. ઉત્સવપ્રિય સાધુ શ્રી શ્યામ વલ્લભદાસજી સ્વામીની સ્મૃતિમાં દેવોને 3000 કિલોનો વિવિધ વ્યંજન વાનગીઓ સાથેનો છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો હતો. રાજભોગ આરતીથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

