ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bediwala Hanuman Temple: આજે શનિવારે જાણો એક મંદિર વિશે જયાં હનુમાનજી બંધાયેલા છે સાંકળોથી

શનિવાર એટલે હનુમાનજીનો દિવસ. આજે જાણો એક એવા હનુમાન મંદિર વિશે કે જ્યાં મારુતિનંદનને સાંકળોથી બાંધવામાં આવ્યા છે. વાંચો વિગતવાર.
09:00 AM Apr 19, 2025 IST | Hardik Prajapati
શનિવાર એટલે હનુમાનજીનો દિવસ. આજે જાણો એક એવા હનુમાન મંદિર વિશે કે જ્યાં મારુતિનંદનને સાંકળોથી બાંધવામાં આવ્યા છે. વાંચો વિગતવાર.
Bediwala Hanuman Temple Gujarat First,

Ahmedabad: ભારતના સૌથી પવિત્ર યાત્રાધામ પૂરીમાં એક એવું મંદિર છે જેમાં ખુદ હનુમાનજીને સાંકળોથી બાંધવામાં આવ્યા છે. આ મંદિરનું નામ છે બેડીવાલા હનુમાન મંદિર(Bediwala Hanuman Temple). કહેવાય છે કે Lord Jagannath એ હનુમાનજીને સાંકળોથી બાંધ્યા હતા. અહીં સમુદ્રથી મંદિર અને ભકતોની રક્ષા માટે હનુમાનજીની ખાસ સ્થાપના કરવામાં આવી હતી.

બેડીવાલે હનુમાનજીની કથા

પૂરીમાં ભગવાન જગન્નાથજીનો સાક્ષાત વાસ ગણાય છે. તેઓ અહીં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રહે છે. પૂરીનું જગન્નાથ મંદિર માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓ માટે એક મોટું યાત્રાધામ ગણાય છે. હવે પૂરીના સમુદ્રએ પ્રભુ જગન્નાથના મંદિરમાં વારંવાર પ્રવેશ કર્યો હોવાનો પૂરાણોમાં ઉલ્લેખ છે. સમુદ્રના વારંવાર મંદિર પ્રવેશથી મંદિરને નુકસાન થતું હતું. તેથી સાક્ષાત Lord Jagannath એ સંકટમોચક એવા હનુમાનજીને નગરની બહાર રહી નગર અને મંદિરની સુરક્ષાની જવાબદારી સોંપી હતી. આ જવાબદારી સોંપતી વખતે અહીં હનુમાનજીના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ  વટ સાવિત્રી વ્રત દરમિયાન પરિણીત મહિલાઓએ આ 5 ભૂલો ન કરવી જોઈએ...નહીં તો તેમને અશુભ પરિણામો મળી શકે છે!

શા માટે સાંકળ બાંધવી પડી?

હવે હનુમાનજી જ્યારે જ્યારે પ્રભુ જગન્નાથજીના મંદિરે દર્શન કરવા જાય ત્યારે સમુદ્ર તેમની પાછળ પાછળ નગરમાં થઈને મંદિરમાં આવી જતો હતો. તેથી મંદિરને નુકસાન થવાનું યથાવત જ રહ્યું. શહેર અને મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથે હનુમાનજીને સોનાની સાંકળોથી બાંધવાનો નિર્ણય લીધો, જેથી તેઓ નગરની બહાર જ રહે અને પોતાની કર્તવ્ય પર અડગ રહે. બસ ત્યારથી આ મંદિર બેડીવાલે હનુમાન મંદિરથી પ્રખ્યાત થયું. દરિયા કિનારે આવેલું આ નાનું મંદિર દરિયા મહાવીર મંદિર(Darya Mahavir Temple) તરીકે પણ ઓળખાય છે. આ મંદિર આશરે 1000 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે.

આજે પણ અડગ છે આસ્થા

બેડીવાલે હનુમાન મંદિર અથવા દરિયા મહાવીર મંદિર આશરે 1000 વર્ષ જૂનું હોવા છતાં આજે પણ આ મંદિર અને હનુમાનજી પ્રત્યેની આસ્થા અડગ છે. આજે પણ હનુમાનજી સાંકળોથી બાંધેલા હોવા છતાં પૂરી શહેર અને શ્રી જગન્નાથ મંદિરની રક્ષા કરી રહ્યા છે. તેમનું આ સ્વરૂપ શ્રદ્ધાળુઓ માટે આસ્થા, ભક્તિ અને કર્તવ્યનિષ્ઠાનું અદ્ભુત પ્રતીક છે.

આ પણ વાંચોઃ  Shri Yantra : શ્રીયંત્ર ધન, સમૃદ્ધિ અને સુખાકારી પ્રદાતા

Tags :
Ancient Hanuman temples in IndiaBediwala Hanuman TempleDarya Mahavir TempleGujarat FirstGUJARAT FIRST NEWSHanuman Temple with ChainsHanumanji tied with chainsLord JagannathMythological storyPuriSignificance of Bedi Hanuman Temple
Next Article